Not Set/ રાહુલે માફી માંગવાનો કર્યો ઇનકાર,પીએમ મોદીનો ‘રેપ કેપિટલ’ બોલતો વીડિયો શેર કર્યો

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીના રેપ ઈન ઈન્ડિયાના નિવેદન પર ભાજપ લોકસભામાં ભારે હોબાલો કરીને રાહુલ ગાંધી માફી માંગે તેવી માગ કરી હતી. જો કે  રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ‘હું કોઈની માફી માંગવાનો નથી.ઊલટું રાહુલ ગાંધીએ પીએમ મોદી પર હલ્લો બોલી કહ્યું હતું કે અગાઉ નરેન્દ્ર મોદી પણ રેપ કેપિટલ શબ્દનો પ્રયોગ કરી ચૂક્યા છે. રાહુલ […]

Top Stories India
Untitled 129 રાહુલે માફી માંગવાનો કર્યો ઇનકાર,પીએમ મોદીનો 'રેપ કેપિટલ' બોલતો વીડિયો શેર કર્યો

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીના રેપ ઈન ઈન્ડિયાના નિવેદન પર ભાજપ લોકસભામાં ભારે હોબાલો કરીને રાહુલ ગાંધી માફી માંગે તેવી માગ કરી હતી.

જો કે  રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ‘હું કોઈની માફી માંગવાનો નથી.ઊલટું રાહુલ ગાંધીએ પીએમ મોદી પર હલ્લો બોલી કહ્યું હતું કે અગાઉ નરેન્દ્ર મોદી પણ રેપ કેપિટલ શબ્દનો પ્રયોગ કરી ચૂક્યા છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે અગાઉ નરેન્દ્ર મોદીએ દિલ્હીને રેપ કેપિટલ ગણાવ્યું હતું અને તેનો વીડિયો પણ હું પોસ્ટ કરીશ. થોડીવાર બાદ રાહુલ ગાંધીએ ટ્વિટર પર આ વીડિયો પણ શેર કર્યો હતો.  રાહુલ ગાંધીએ કહ્યું કે હું તમને યાદ અપાવવા માંગુ છું કે નરેન્દ્ર મોદીએ થોડા વર્ષો પહેલા દિલ્હીને રેપ કેપિટલ ગણાવ્યું હતું.

આ વીડિયોમાં નરેન્દ્ર મોદી દિલ્હીને રેપ કેપિટલ બોલતા સંભળાઈ રહ્યા છે.રાહુલે આ સાથે પોસ્ટમાં જણાવ્યું કે, પૂર્વોત્તરને સળગાવવા, અર્થતંત્રને નષ્ટ કરવા બદલ મોદીજીએ દેશના લોકોની માફી માંગવી જોઈએ.

રાહુલ ગાંધીએ સંસદની બહાર આવીને જણાવ્યું કે માફી માંગવાનો કોઈ સવાલ જ ઉભો નથી થતો.મુખ્ય મુદ્દો એ છે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહે સમગ્ર નોર્થ ઈસ્ટને ભડકે બાળ્યું છે. આ મુદ્દા ઉપરથી ધ્યાન હટાવવા માટે નરેન્દ્ર મોદી અને ભાજપ મને નિશાન બનાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.