તમે ઘણાં લગ્ન જોયા હશે અને ઘણાં લગ્નમાં ભાગ પણ લીધો હશે, પરંતુ શું તમે કૂતરા અને કૂતરીના લગ્નમાં જાનૈયા બન્યા છો. તમારો જવાબ હશે ના, પરંતુ આવું વારાણસીના એક ગામમાં થયું, જ્યાં કેટલાક જાનૈયાઓ અને અતિથિઓની હાજરીમાં એક કૂતરા અને કૂતરીએ સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે લગ્ન કર્યા છે.

જી હા, આ મામલો પ્રાયાગરાજ (અલાહાબાદ) થી 50 કિલોમીટર દૂર આવેલા કોરાંવ ગામનો છે, જ્યાં આ અનોખા લગ્ન કરવામાં આવ્યા હતા. આ કૂતરા અને કૂતરીના લગ્નમાં ફક્ત મહેમાનો જ હાજર ન હતા, પરંતુ દાવત પણ આપવામાં આવી હતી અને લોકોને નાચવા અને ગવા માટે બેન્ડ બાજાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

આટલું જ નહીં, લગ્નમાં વરરાજાની જેમ, કૂતરાને મોર મુકુટ પહેરવામાં આવ્યો હતો અને મહાવર પણ લગાડવામાં આવ્યો હતો. બીજી બાજુ વધુ કૂતરીને પણ શણગારવામાં આવી હતી અને લગ્ન પછી જાનૈયાને જમાડવામાં આવ્યા હતા અને પછી કુતરીને વિદાય કરવામાં આવી હતી.

આ લગ્નની સૌથી મોટી વિશેષતા એ હતી કે આ માટે, કંકોત્રી પણ છપાવવામાં આવી હતી. અને લોકોને આમંત્રણ અપાયું હતું. ગામના લોકોના મતે, આમ કરવાથી લોકોના ગ્રહોના દોષ દૂર થાય છે.

બીજી બાજુ, કૂતરા કૂતરીના લગ્ન કરાવનાર પરિવારે જણાવ્યુ હતું કે આવા લગ્ન કરવાથી પરિવારના લોકોને કુંડલી દોષથી મુક્તિ મળે છે અને પછી નવા દંપતીના લગ્ન જીવનમાં કોઈ મુશ્કેલી થતી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
