Not Set/ “ફાની” થયું લેન્ડફોલ ઓરિસ્સાના તટ પર 200 કી.મીની ઝડપ સાથે વિનાશ વેરવાનું કર્યું શરૂ

બંગાળની ખાડીમાં ઉઠી રહેલ વાવાઝોડું ‘ફાની’ વિશાળ સ્વરૂપ લઈને ઓરિસ્સા પર પહોંચી ગયું છે.સવારે 8 વાગ્યે આ વાવાઝોડું ઓરિસ્સાના પુરી કિનારે અથડાયું છે. હાલ ઓરિસ્સામાં ભારે વરસાદ પડી રહ્યો છે. ફાનીની અસરને લઇને લગભગ 10 લાખ લોકો સુરક્ષિત સ્થાનો પર શીફ્ટ કરવામાં આવ્યા છે. ઓરિસ્સા તટને કર્યું પાર ફાની વાવાઝોડું ઓરિસ્સા તટને પાર કરી લીધું […]

Top Stories India

બંગાળની ખાડીમાં ઉઠી રહેલ વાવાઝોડું ‘ફાની’ વિશાળ સ્વરૂપ લઈને ઓરિસ્સા પર પહોંચી ગયું છે.સવારે 8 વાગ્યે આ વાવાઝોડું ઓરિસ્સાના પુરી કિનારે અથડાયું છે. હાલ ઓરિસ્સામાં ભારે વરસાદ પડી રહ્યો છે. ફાનીની અસરને લઇને લગભગ 10 લાખ લોકો સુરક્ષિત સ્થાનો પર શીફ્ટ કરવામાં આવ્યા છે.

ઓરિસ્સા તટને કર્યું પાર

ફાની વાવાઝોડું ઓરિસ્સા તટને પાર કરી લીધું છે. ફાની પુરીની 15 કિ.મી. દક્ષિણ પશ્ચિમ કિનારે પાર કરી છે.

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજી દ્વારા રદ કરવામાં આવી ચૂંટણીની જનસભા.

કોલકતા એરપોર્ટ રહેશે બંધ

કોલકતા એરપોર્ટ આજે રાત્રે 9:30 વાગ્યાથી શનિવારે સવારે 6 વાગ્યા સુધી બંધ રહશે.

ઓરિસ્સા માટે હેલ્પલાઈન નંબર

ગુજરાત પરથી ફેની વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ફેની વાવાઝોડાની અસર ગુજરાત પર વર્તાશે નહીં.ઓરિસ્સા પર જ્યારે ફેની ચક્રવાતનો ખતરો મંડરાઈ રહ્યો છે ત્યારે ગુજરાતની NDRFની પાંચ ટીમ ઓડિશા જશે અને ઓડિશામાં આવેલા સંકટ પર ગુજરાતની NDRFની ટીમ મદદ કરશે.વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકોને જરુરી તમામ મદદ ગુજરાતની NDRFની ટીમ કરવા સજ્જ છે.

ઓરિસ્સાના પુરીમાં ફાની અથડાયા બાદ આંધ્રપ્રદેશના વિશાખાપત્નમમાં તીવ્ર હવા ચાલી રહી છે.

પુરીમાં એક વ્યક્તિનું નીપજ્યું મોત

ઓડિશાના મુખ્ય સચિવ આદિત્ય પ્રસાદ ભુવનેશ્વરમાં બેઠકે કરી રહ્યા છે. તો ત્યાં જ પુરીમાં ઝાડ ખરી પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

 

NDRF લોકોને સુરક્ષિત સ્થળોએ જવામાં કરી રહ્યા છે અપીલ

સવારે 7:30 વાગ્યે પુરીથી 40 કિ.મી હતું દૂર

પોલીસે લોકોને સુરક્ષિ સ્થળો પર જવાની અપીલ કરી

ઓરિસ્સા તટથી અથડાયા પછી થશે કમજોર 

જાણકારો અનુસાર, ઓરિસ્સા કિનારે અથડાયા પછી વાવાઝોડું કમજોર થઇ શકે છે. ઉત્તર પૂર્વની વધતા પશ્ચિમ બંગાળ પહોંચશે. ત્યારબાદ તેની ગતિ મહત્તમ 115 કિ.મી. પ્રતિ કલાક રહેશે. ફાનીની ચાર મે ભારતથી બહાર નીકળીને બાંગ્લાદેશ પહોંચવાની શક્યતા છે. ફાની છેલ્લા બે દાયકામાં સૌથી ખતરનાક ચક્રવાતી વાવાઝોડું સાબિત થવાની સંભાવના છે.

અનેક ટ્રેન રદ

ફાનીના કહેરને જોતા રેલવેએ આગમચેતી તરીકે અનેક ટ્રેન રદ કરી છે અને અનેક ટ્રેનના રૂટમાં પણ પરિવર્તન કર્યું છે. રદ કરેલી ટ્રેનમાં  હાવડા-ચેન્નાઇ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ, પટના-એર્નાકુલમ એક્સપ્રેસ, નવી દિલ્હી-ભુવનેશ્વર રાજધાન એક્સપ્રેસ, હાવડા-હૈદરાબાદ ઇસ્ટ કોસ્ટ એક્સપ્રેસ, ભુવનેશ્વર-રામેશ્વર એક્સપ્રેસ સામિલ છે.

8 લાખ લોકોનું સ્થળાંતર

ઓડિશાના તટીય વિસ્તારમાં અંદાજે 8 લાખ લોકોએ વિસ્તાર ખાલી કરીને સ્થળાંતર કર્યું છે. ચક્રવાતના કહેરને જોતા 879 શિબિરને સ્થગિત કરાઇ છે. પુરી, જગતસિંહ પુર, કેંદ્રપારા, ભદરક, બલાસોર, મયૂરભંજ, ગજપતિ, ગંજમ, ખોરધા, કટક અને જાજપુરના સ્થાનિક લોકોના વિસ્તાર ખાલી કરાવાયા છે.

ચક્રવાત દરમિયાન વીજળીમાં પણ વિક્ષેપની સંભાવનાઓને જોતા દરેક ઉર્જા વિભાગના કર્મચારીઓની રજાને પણ રદ કરવામાં આવી છે. તે સિવાય ડોક્ટર અને સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓની રજા પણ રદ કરાઇ છે.

ફોર્સ પણ તૈયાર

રક્ષા મંત્રાલયે ભારતીય નૌ સેના અને તટરક્ષક દળને પણ તૈનાત કરવાનો આદેશ અપાયો છે. તટરક્ષક દળો અને નૌ સેના દ્વારા બચાવકાર્ય માટે સમુદ્રી જહાજો અને હેલિકોપ્ટરને તૈનાત કરાયા છે.