મુંબઈ: પોલીસ દ્વારા મુંબઈની એક હોટલમાં ગત વર્ષે પોતાની પ્રેમિકાની હત્યાના મામલામાં ૨૩ વર્ષીય એક ઈઝરાયેલી નાગરિકની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. એક અધિકારીના જણાવ્યા મુજબ ફોરેન્સિક લેબોરેટરીના રિપોર્ટમાં યૌન સંબંધ દરમિયાન શ્વાસ રૂંધાઈ જવાના કારણે યુવતીનું મોત થયું હતું. આ બાબત સ્પષ્ટ થતા પોલીસ દ્વારા ઓરિરોન યકોવની સામે સોમવારે બિન ઈરાદાપૂર્વકની હત્યાનો કેસ નોંધાયો હતો. આરોપીની પ્રેમિકા પણ એક ઈઝરાયેલી નાગરિક હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટના ગત વર્ષે માર્ચ મહિના બની હતી, જયારે ઓરિરોન યકોવ અને અન્ય મહિલા પર્યટક વીજા પપર ભારત પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન તેઓ દક્ષિણ મુંબઈના કોલાબા વિસ્તારમાં આવેલી એક હોટલમાં રોકાયા હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પોતાના રૂમમાં બંને વચ્ચે ચાલતાં યૌન સંબંધ (સેક્સ) દરમિયાન ઓરિરોન યકોવે મહિલાના ગળા પર કથિત રીતે વધું પડતું દબાણ કર્યું હતું. અને તેના કારણે યુવતીનો શ્વાસ રૂંધાઈ ગયો હતો. જેના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, યાકોવે હોટલના કર્મચારીઓને જણાવ્યું હતું કે, તેની પ્રેમિકા રૂમમાં બેભાનાવસ્થામાં પડી છે. આ પછી હોટલના સ્ટાફે પોલીસને જાણ કરી હતી. આ પછી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.
પોલીસ દ્વારા આ મામલે યુવતીના મોત અંગે ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ માટે મૃતદેહને મોકલ્યો હતો. જે અંગે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી દ્વારા પોતાનો રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો. આ રિપોર્ટ આવ્યા બાદ પોલીસે આ અંગે ઈઝરાયેલી યુવતીના બોયફ્રેન્ડ એવા ઈઝરાયેલી નાગરિક સામે ફરિયાદ નોધી છે.
