Not Set/ અલીગઢ/ લગ્નનો ઇનકાર કર્યો તો બોયફ્રેન્ડ પર ગર્લફ્રેન્ડે ફેંક્યું એસિડ, શું થયું પછી જાણો

તમે અવારનવાર જોયું અને સાંભળ્યું હશે કે પ્રેમિકાએ લગ્ન કરવાની ના પાડતા પ્રેમીએ એસિડ ફેક્યું હોય કોઈ છોકરીએ પ્રેમ માટે ના પાડી હોય તો કોઈ છોકરાએ એસિડ એટેક કર્યો, પરંતુ શું તમે ક્યારે સાંભળ્યું છે કે એક છોકરીએ છોકરા પર એસિડ એટેક કર્યો હોય, જી હા ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં બોયફ્રેન્ડે લગ્ન કરવાનો ઇનકાર કર્યો ત્યારે […]

Top Stories

તમે અવારનવાર જોયું અને સાંભળ્યું હશે કે પ્રેમિકાએ લગ્ન કરવાની ના પાડતા પ્રેમીએ એસિડ ફેક્યું હોય કોઈ છોકરીએ પ્રેમ માટે ના પાડી હોય તો કોઈ છોકરાએ એસિડ એટેક કર્યો, પરંતુ શું તમે ક્યારે સાંભળ્યું છે કે એક છોકરીએ છોકરા પર એસિડ એટેક કર્યો હોય, જી હા ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં બોયફ્રેન્ડે લગ્ન કરવાનો ઇનકાર કર્યો ત્યારે ગર્લફ્રેન્ડે તેના પર એસિડ ફેંકી દીધું હતું. પીડિત હોસ્પિટલમાં દાખલ છે. ડોક્ટરોએ કહ્યું કે એસિડને કારણે તેની આંખોમાં ખરાબ અસર થઈ હતી. યુવકની સારવાર ચાલુ છે. જયારે આરોપી ગર્લફ્રેન્ડની પોલીસે ધરપકડ કરી છે.

માતાએ જણાવ્યું કે તેનો પુત્ર આરોપી મહિલા સાથે સંબંધમાં હતો પરંતુ તેણે એક મહિના પહેલા જ યુવતી સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. તેણે દાવો કર્યો હતો કે આ પછી, યુવતીએ તેના પુત્રને લગ્ન માટે સતત બોલાવવા અને દબાણ કરવાનું શરૂ કર્યું હતું. પીડિતાની માતાએ જણાવ્યું હતું કે આરોપી યુવતીએ ગુરુવારે તેના પુત્રને બોલાવ્યો હતો. તેણે ફોનનો જવાબ આપ્યો નહીં. આથી ગુસ્સે ભરાયેલી મહિલાએ જ્યારે તેણી ઘરની નજીકની દુકાનમાં ઉભી હતી ત્યારે તેના પર એસિડ ફેંકી દીધું હતું.

આરોપી મહિલાએ પીડિતા પર ગંભીર આક્ષેપો કર્યા છે. મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે તેનો બોયફ્રેન્ડ તેને ધમકી આપતો હતો કે જો તેણે લગ્ન કરવાની ના પાડી તો તેણી તેના વાંધાજનક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ કરશે. મહિલા પર આઈપીસીની કલમ 326 (એ) હેઠળ ગુનો દાખલ કરાયો છે. ત્યારે યુવકને જવાહરલાલ નહેરુ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો છે.

અલીગઢ સીઓ અનિલ સમાનીયાએ જણાવ્યું કે, છોકરાનું નામ ફૈઝાદ છે અને તે છેલ્લા છ મહિનાથી યુવતી સાથે સંબંધમાં હતો. ગયા મહિનાથી તે યુવતીની અવગણના કરી રહ્યો હતો અને તેથી જ હવે યુવતીએ તેના પર એસિડ ફેંકી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.