Not Set/ કર્ણાટક : ગુરુવારે ગૃહમાં લેવાશે વિશ્વાસનો મત,સરકારનું ભાવિ નક્કી થશે

બેંગ્લુર, કર્ણાટકમાં ચાલી રહેલાં નાટકના સસપેન્સનો ગુરૂવારે અંત આવશે એવું લાગી રહ્યું છે.કર્ણાટકની વિધાનસભામાં ગૂરૂવારે એચડી કુમારસ્વામી સરકાર પર અવિશ્વાસનો મત પર ચર્ચા થશે.આ ચર્ચા બાદ અવિશ્વાસના મત પર વોટિંગ થશે. રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ કહ્યું કે કુમારસ્વામી સરકાર ગુરૂવારે એટલે કે 18 જુલાઈએ 11 વાગ્યે વિશ્વાસ મત પુરવાર કરશે. જો કે ભાજપે સોમવારે મુખ્યમંત્રી કુમારસ્વામીથી […]

India

બેંગ્લુર,

કર્ણાટકમાં ચાલી રહેલાં નાટકના સસપેન્સનો ગુરૂવારે અંત આવશે એવું લાગી રહ્યું છે.કર્ણાટકની વિધાનસભામાં ગૂરૂવારે એચડી કુમારસ્વામી સરકાર પર અવિશ્વાસનો મત પર ચર્ચા થશે.આ ચર્ચા બાદ અવિશ્વાસના મત પર વોટિંગ થશે. રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ કહ્યું કે કુમારસ્વામી સરકાર ગુરૂવારે એટલે કે 18 જુલાઈએ 11 વાગ્યે વિશ્વાસ મત પુરવાર કરશે. જો કે ભાજપે સોમવારે મુખ્યમંત્રી કુમારસ્વામીથી વિશ્વાસ મત સાબિત કરવાની માગ કરી હતી.

કર્ણાટકના કોંગ્રેસ અને જેડીએસના 16 જેટલા ધારાસભ્યોએ તેમની પાર્ટી સાથે છેડો ફાડી નાંખ્યા પછી રાજ્યમાં સરકાર ઓક્સીજન પર આવી ગઇ છે. રાજીનામુ આપનારા કર્ણાટકના 14 ધારાસભ્યો મુંબઈની રેનેસાં હોટલમાં છે. સોમવારે તેઓએ કહ્યું કે કોંગ્રેસ અમને પ્રભાવિત કરવાના તેમજ ડરાવવાના પ્રયાસો કરે છે. ધારાસભ્યોએ મુંબઈ પોલીસને પત્ર લખીને બીજી વખત સુરક્ષાની માગ કરી છે.

કર્ણાટકના 16 ધારાસભ્યોએ રાજીનામુ આપ્યું છે પરંતું સ્પીકર રમેશ કુમારે તેને સ્વીકાર્યું નથી,કોંગ્રેસના મંત્રી ડીકે શિવકુમારે કહ્યું કે અમને વિશ્વાસ છે કે ધારાસભ્યો પાર્ટીમાં પરત ફરશે. જો તેઓએ વિશ્વાસ મત વિરૂદ્ધ મતદાન કર્યુ તો સભ્ય પદ રદ થઈ શકે છે.

કર્ણાટકની ધારાસભામાં કુલ 224 ધારાસભ્યો છે.જો સ્પીકર દ્રારા 16 જણના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવે તો ગૃહમાં કુલ સંખ્યાબળ 209નું થઇ જાય.

કોંગ્રેસ અને જેડીએસને સરકાર ટકાવવા માટે 105 ધારાસભ્યો જોઇએ,પણ હાલની સ્થિતિએ તેમની પાસે 101 ધારાસભ્યો છે.બીજી તરફ ભાજપ પાસે 105 ધારાસભ્યો છે અને તેમને બે અપક્ષ ધારાસભ્યોનો ટેકો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.