Not Set/ રાફેલ ડીલ પર માયાવતીએ કર્યો વાર,કહ્યું- શું દેશને આવો ‘ચોકીદાર’ જોઈએ?

રાફેલ વિમાન ડીલમાં કથિત કૌભાંડને લઈને બહુજન સમાજ પાર્ટી અધ્યક્ષ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ પ્રહાર કર્યા છે. માયાવતીએ આ સંદર્ભમાં ટ્વીટ કરી લખ્યું, “રાફેલ સોદાની ગુપ્ત ફાઇલ ચોરી થઇ ગઈ તો ગમ નથી, પરંતુ દેશમાં રોજગારીની ઘટતો દર અને વધી રહેલી બેરોજગારી અને ગરીબી, શ્રમિકોનુઈ દુર્દશા, ખેડૂતોની ખોટ, […]

India Trending
noo 2 રાફેલ ડીલ પર માયાવતીએ કર્યો વાર,કહ્યું- શું દેશને આવો 'ચોકીદાર' જોઈએ?

રાફેલ વિમાન ડીલમાં કથિત કૌભાંડને લઈને બહુજન સમાજ પાર્ટી અધ્યક્ષ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ પ્રહાર કર્યા છે.

માયાવતીએ આ સંદર્ભમાં ટ્વીટ કરી લખ્યું, “રાફેલ સોદાની ગુપ્ત ફાઇલ ચોરી થઇ ગઈ તો ગમ નથી, પરંતુ દેશમાં રોજગારીની ઘટતો દર અને વધી રહેલી બેરોજગારી અને ગરીબી, શ્રમિકોનુઈ દુર્દશા, ખેડૂતોની ખોટ, સરકારી આંકડા જાહેર નહીં થવા જોઈએ. વોટ/ઈમેજ માટે  તેને છુપાવવું પડે છે. શું દેશને આવા જ  ચોકીદારની જરૂર છે?

તો અન્ય એક ટ્વીટમાં માયાવતીએ લખ્યું, ” બીજેપીના મંત્રી અને નેતાગણ પીએમ મોદીની દેખાદેખી ‘ચોકીદાર’ બની ગયા છે. પરંતુ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી જેવા લોકો મોટી દુવિધામાં છે કે શું કરવું? જનસેવક / યોગી રહે અથવા સ્વયંને ચોકીદાર તરીકે જાહેર કરે. ભાજપ વાળા ભએ ગમે તે ફેશન કરે, ફક્ત બંધારણ / કાયદાના રક્ષક તરીકે કામ કરે. જનતાને ફક્ત આ જોઈએ છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ માયાવતીએ ટ્વીટર પર એન્ટ્રી કરી છે. જેના પછી તે દતેક મુદ્દાઓ પર ટ્વીટ કરે છે. માયાવતીના નિશાન પર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને રાજ્યની યોગી આદિત્યનાથની સરકાર રહે છે.