Not Set/ સગી માતાએ બાળકને ચોથા માળથી ફેંકી દીધું, જાણો શું છે કારણ

લખનઉ, ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. એક માતાએ ચાર મહિનાના બાળકને કેજીએમયુ ટ્રોમા સેન્ટરના ચોથા માળેથી નીચે ફેંકી દીધું. જેવું બાળક નીચે પડ્યું તેવું જ તેની ઘટના સ્થળે જ મોત થઇ ગયું હતું. બાળકને ફેંકી દીધા બાદ મહિલાએ પોતાનું બાળક ગુમ થઇ ગયું છે તેવી વાર્તા બનવા લાગી હતી.જો […]

Top Stories India
ara 8 સગી માતાએ બાળકને ચોથા માળથી ફેંકી દીધું, જાણો શું છે કારણ

લખનઉ,

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. એક માતાએ ચાર મહિનાના બાળકને કેજીએમયુ ટ્રોમા સેન્ટરના ચોથા માળેથી નીચે ફેંકી દીધું. જેવું બાળક નીચે પડ્યું તેવું જ તેની ઘટના સ્થળે જ મોત થઇ ગયું હતું.

બાળકને ફેંકી દીધા બાદ મહિલાએ પોતાનું બાળક ગુમ થઇ ગયું છે તેવી વાર્તા બનવા લાગી હતી.જો કે તેમ છતાં તેનું જૂઠાણું લાંબા સમય સુધી ચાલ્યું નહોતું. ટ્રોમા સેન્ટર ખાતે લાગેલા સીસીટીવી દ્વારા સમગ્ર ઘટના સામે આવી છે. પોલીસે આરોપી મહિલાને ધરપકડ કરી છે.

23 એપ્રિલે ગોરખપુરમાં બીઆરડી મેડિકલ કોલેજમાં જન્મેલા બાળકનું ખરાબ લીવર અને પોલીયો પણ થઈ ગયો હતો. 26 મેના રોજ કેજીએમયુમાં બાળકને દાખલ કર્યું હતું. મંગળવારે સવારે બિમારીથી કંટાળી ને તેની માતાએ ચાર મહિનાના બાળકને ટ્રોમા સેન્ટરના ચોથા માળેથી ફેંકી દીધું.

આ પછી માતા બાળકની ગુમ થવાની ખોટી વાર્તા બનવા લાગી હતી.આ દરમિયાન બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને બાળકના મોતની  માહિતી મળી અને એ પછી તેમણે  ટ્રોમા સેન્ટરના સીસીટીવી ફૂટેજની તપાસ કરી. સીસીટીવીની મદદથી જાણવામાં મળ્યું કે માતાએ જ પોતાના પુત્રને નીચે ફેંકી દીધું છે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.