Not Set/ અગસ્તા વેસ્ટલેન્ડ મામલો: કથિત ડિફેન્સ એજન્ટ સુશેન મોહનની જામીન અરજી ફગાવાઇ

દિલ્હીના ન્યાયલયે અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઇપી હેલિકોપ્ટર કૌંભાડના મામલે ધરપકડ કરાયેલા કથિત ડિફેન્સ એજન્ટ સુશેન મોહન ગુપ્તાની જામીન અરજીને શનિવારે ફગાવી દીધી છે. તે સિવાય સુશેન મોહન ગુપ્તાને 22 એપ્રિલે હાજર થવાનું વોરંટ અપાયું છે. આ મામલે વિશેષ ન્યાયાધીશ અરવિંદ કુમારે ગુપ્તાને રાહત દેવાથી ઇનકાર કર્યો હતો. તેની ન્યાયિક કસ્ટડી શનિવારે સમાપ્ત થતી હતી અને કસ્ટડી […]

India Business

દિલ્હીના ન્યાયલયે અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઇપી હેલિકોપ્ટર કૌંભાડના મામલે ધરપકડ કરાયેલા કથિત ડિફેન્સ એજન્ટ સુશેન મોહન ગુપ્તાની જામીન અરજીને શનિવારે ફગાવી દીધી છે. તે સિવાય સુશેન મોહન ગુપ્તાને 22 એપ્રિલે હાજર થવાનું વોરંટ અપાયું છે.

આ મામલે વિશેષ ન્યાયાધીશ અરવિંદ કુમારે ગુપ્તાને રાહત દેવાથી ઇનકાર કર્યો હતો. તેની ન્યાયિક કસ્ટડી શનિવારે સમાપ્ત થતી હતી અને કસ્ટડી પર આદેશ આપવાનો હજુ બાકી છે. નોંધનીય છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પીએમએલએ અંતર્ગત તેની ધરપકડ કરી હતી. ગુપ્તાએ એ આધારે રાહત માંગી હતી કે તપાસ એજન્સી દ્વારા તપાસ પૂર્ણ થઇ ચૂકી છે અને આ મામલે આરોપપત્ર દાખલ થઇ ચૂક્યું છે.