દિલ્હી,
મુંબઈ પછી હવે દિલ્હીમાં આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે. છેલ્લા 3 દિવસમાં દિલ્હી આગ લાગવાની સતત ત્રીજી ઘટના છે. ગુરૂવારે સવારે નારાયણ ફેક્ટરીમાં આગ લાગી છે. આગ એટલી ભયાનક છે અને આગ ઉપર અંકુશ મેળવવા માટે ઘટના સ્થળ પર 20 ફાયર એન્જિનો ફાયર સ્પોટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. સવારના 7 વાગ્યે આગ લાગવાનો ફોન આવ્યો જેના પછી ફાયર બ્રિગેડની ગાડીઓથી આગ ઓલવામાં આવી રહી છે.
જે ફેક્ટરીમાં આગ લાગી છે એ આર્ચીઝની ફેક્ટરી છે. માનવામાં અવી રહ્યું છે કે આગ લાગવાથી લાખો રૂપિયાનો માલ બળીને ખાક થઇ ગયો છે. આગ માધ્યમ સ્તરનો છે અને 20 ફાયર બ્રિગેડની ગાડીઓ આગ ઓલવવા માટે મોકલવામાં આવી છે.
#WATCH A medium category fire broke out at a paper card factory in Naraina Industrial Area, Phase I, early morning today; Total 23 fire tenders engaged in fire fighting operations, no casualties reported pic.twitter.com/l6wiOjfELO
— ANI (@ANI) February 14, 2019
#UPDATE 20 fire tenders present at the spot where fire has broken out at a paper card factory in Naraina, in Delhi pic.twitter.com/xtHWy2suZH
— ANI (@ANI) February 14, 2019
આ અગાઉ મંગળવારે કરોલબાગના એક અર્પિત પેલેસ હોટેલમાં મધ્યરાત્રિએ આગ ગાળી ગઈ હતી. જેમાં 17 લોકોએ તેમનો જીવ ગુમાવ્યો હતો. આ પછી, બુધવારે દિલ્હીના પશ્ચિમપુરી વિસ્તારમાં ભીષણ આગને લીધે 250 થી વધુ ઝૂંપડીઓ બાળીને ખાક થઇ ગઈ હતી. પશ્ચિમપુરીના પોકેટ એ માં આવેલી ઝૂંપડીઓમાં આગને ઓલવવા માટે ફાયર બ્રિગેડની 28 ગાડીઓ બોલાવામાં આવી હતી. આ આગ લગભગ રાત્રે શરૂ થઈ હતી.
