Not Set/ 17 જુનથી 26 જુલાઈ સુધી યોજાશે બજેટ સત્ર, મોદી સરકાર માટે બની રહેશે ચેલેન્જ

નવી બનેલી મોદી સરકારના મંત્રીઓએ ચાર્જ લઈ લીધો છે ત્યારે હવે તેમના માટે સૌથી મોટી ચેલેન્જ આવનાર બજેટ સત્રને સુપેરે પાડવાનું છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવી સરકારમાં સાંસદનું બજેટ સત્ર 17 થી 26 જુલાઇ સુધી યોજાશે. 19 જૂને સ્પીકરની પસંદગી થશે. પ્રકાશ જાવડેકરે કહ્યું કે 5 જુલાઇએ બજેટ રજૂ કરવામાં આવશે. તારીખોના સંદર્ભમાં જોવામાં આવે તો […]

Top Stories India
dgbfgvm 1 17 જુનથી 26 જુલાઈ સુધી યોજાશે બજેટ સત્ર, મોદી સરકાર માટે બની રહેશે ચેલેન્જ

નવી બનેલી મોદી સરકારના મંત્રીઓએ ચાર્જ લઈ લીધો છે ત્યારે હવે તેમના માટે સૌથી મોટી ચેલેન્જ આવનાર બજેટ સત્રને સુપેરે પાડવાનું છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવી સરકારમાં સાંસદનું બજેટ સત્ર 17 થી 26 જુલાઇ સુધી યોજાશે. 19 જૂને સ્પીકરની પસંદગી થશે. પ્રકાશ જાવડેકરે કહ્યું કે 5 જુલાઇએ બજેટ રજૂ કરવામાં આવશે. તારીખોના સંદર્ભમાં જોવામાં આવે તો આ વખતે પહેલું સત્ર ઘણું લાંબુ મહિનો 9 દિવસનું રાખ્યું છે.

આ સાથે જ પ્રકાશ જાવડેકરએ જણાવ્યું કે 20 મી જૂને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાંસદના સંયુક્ત સત્રને સંબોધશે. આર્થિક સર્વે 4 જુલાઇએ રજૂ કરવામાં આવશે.

તો ત્યાં જ સ્પીકરની પસંદગી પહેલાં મોદી સરકારે પ્રોટેમ સ્પીકર પર પણ નામ નક્કી કરવું પડશે. હાલ આને લઈને મેનકા ગાંધીનું નામ ચર્ચામાં છે.

પીએમ મોદીનો પહેલો નિર્ણય

આ સાથે જ  નરેન્દ્ર મોદીએ મોટા નિર્ણયો લેવાનું શરૂ કર્યું છે. મોદી કેબિનેટના આ કાર્યકાળની મોટી બેઠકમાં મોટા નિર્ણય લેતા રાષ્ટ્રીય સંરક્ષણ ભંડોળ હેઠળ “પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના”માં મોટો ફેરફારને અનુમતી આપી છે.આ હેઠળ શહીદ પોલીસ કર્મચારીઓના પુત્રને મળનાર રકમ 2000 રૂપિયાથી વધારીને રૂ. 2500 કરવામાં આવી છે. તો પુત્રીઓને મળેલ રકમ દર મહિને 2250 થી 3000 રૂપિયા કરવામાં આવી છે.

ગુરુવારે વડાપ્રધાન મોદીએ 57 પ્રધાનો સાથે શપથ લીધા. તેમના વિભાગો વિભાજિત કરવામાં આવ્યા. અમિત શાહને ગૃહમંત્રાલય આપવામાં આવ્યું હતું જ્યારે રાજનાથસિંહને સંરક્ષણ મંત્રાલય આપવામાં આવ્યું હતું. અગાઉની સરકારમાં, રાજનાથ ગૃહમંત્રી હતા. આ ઉપરાંત વિદેશ મંત્રી એસ. જયશંકરને વિદેશ પ્રધાન બનાવવામાં આવ્યા છે.