Not Set/ ઇરાનથી ક્રૂડ ઓઇલની આયાત પર પ્રતિબંધ બાદ દેશમાં પેટ્રોલ-ડિઝલ મોંઘુ થશે

અમેરિકાએ ભારત અને ચીન સહિતના 8 દેશો પર ઇરાનથી ક્રૂડ ઓઇલની આયાત પર પ્રતિબંધ ફરમાવ્યો છે. અમેરિકાએ હવે જ્યારે આ નિર્ણય કર્યો છે ત્યારે તેની સૌથી વધુ અસર ભારત અને ચીન પર પડશે તે ચોક્કસ છે. અમેરિકાના અક્કડભર્યા આ વલણને કારણે ક્રૂડ ઓઇલની કિંમતોમાં પણ તેજી આવી ગઇ છે. હાલમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલનો ભાવ […]

Business

અમેરિકાએ ભારત અને ચીન સહિતના 8 દેશો પર ઇરાનથી ક્રૂડ ઓઇલની આયાત પર પ્રતિબંધ ફરમાવ્યો છે. અમેરિકાએ હવે જ્યારે આ નિર્ણય કર્યો છે ત્યારે તેની સૌથી વધુ અસર ભારત અને ચીન પર પડશે તે ચોક્કસ છે. અમેરિકાના અક્કડભર્યા આ વલણને કારણે ક્રૂડ ઓઇલની કિંમતોમાં પણ તેજી આવી ગઇ છે. હાલમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલનો ભાવ 72 ડોલર પ્રતિ બેરલ છે. ક્રૂડની કિંમતો વર્ષના સૌથી ઉચ્ચતમ સ્તરે છે. નિષ્ણાતોના મતે જો ઇરાનથી ક્રૂડનો પુરવઠો બંધ થશે તો પેટ્રોલ-ડિઝલ મોંઘુ થશે. પેટ્રોલ-ડિઝલના ભાવની સીધી અસરથી વાહનચાલકોનો પણ આર્થિક બોજો વધશે. આ સ્થિતિમાં હાલ તો ભારતની સરકાર શું નિર્ણય લેશે તેના પર જ સૌનો મદાર રહેલો છે.