Not Set/ વોટિંગ માટે પીએમ મોદીએ કરી અપીલ, કહ્યું- પોલિંગ બૂથ પર કરો “ટોટલ ધમાલ”

દિલ્હી, લોકસભા ચૂંટણી 2019 ની પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જાણીતી હસ્તિઓને ફરી એકવાર અપીલ કરી કે તે લોકોને મત આપવા માટે પ્રેરિત કરે. પીએમ નરેન્દ્ર મોદીએ આ માટે #VoteKar અભિયાન શરૂ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 મિનિટની અવધિ માં 16 ટ્વીટ કર્યા અને 40 હસ્તિઓ, સંસ્થાઓને ટેગ કર્યા છે. પીએમ મોદીએ તેમના પ્રથમ […]

Top Stories India Trending

દિલ્હી,

લોકસભા ચૂંટણી 2019 ની પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જાણીતી હસ્તિઓને ફરી એકવાર અપીલ કરી કે તે લોકોને મત આપવા માટે પ્રેરિત કરે. પીએમ નરેન્દ્ર મોદીએ આ માટે #VoteKar અભિયાન શરૂ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 મિનિટની અવધિ માં 16 ટ્વીટ કર્યા અને 40 હસ્તિઓ, સંસ્થાઓને ટેગ કર્યા છે.

પીએમ મોદીએ તેમના પ્રથમ ટ્વીટમાં લખ્યું કે, “મારા સાથી ભારતીયો, હવે સમય આવી ગયો છે કે આપણે અવાજ આપીએ કે #VoteKar, આવનારી લોકસભા ચુંટણીમાં સુનિશ્ચિત કરીએ કે તમે અને તમારો પરિવાર, મિત્રો રેકોર્ડ સંખ્યામાં આવો, તમારું આવુ કરવું દેશના ભવિષ્ય પર હકારાત્મક અસર પાડશે. ”

તેના પછી પીએમ મોદીએ એક્ટર અનુપમ ખેર, કબીર બેદી અને દિગ્દર્શક શેખર કપૂરને ટેગ કરતા કહ્યું કે તેઓએ વિશ્વ મંચ પર ભારતનું નામ રોશન કર્યું છે. પીએમ એ કહ્યું કે તેનાથી તેમની વિનંતી છે કે શું તેઓ તેમના સાથી ભારતીયોને કહેશે કે તેઓ આગામી ચૂંટણીમાં મોટી સંખ્યામાં મતદાન કરવા માટે આવશે?

અભિનેતા હૃતિક રોશન અને માધવનથી પણ પીએમ નરેન્દ્ર મોદીએ આવી જ અપીલ કરી છે અને કહ્યું કે આમ કરી તેઓ ભારતીય લોકતંત્રને મજબૂત કરો.

પીએમ મોદીએ અભિનેતા અનિલ કપૂર, અજય દેવગન અને માધુરી દિક્ષિતને ટેગ કરી કહ્યું કે બોક્સ ઑફિસ પર ટોટલ ધમાલ મચાવ્ય પછી હવે પોલિંગ બૂથ પર ટોટલ ધમાલ મચાવવાનો સમય આવી ગયો છે. પીએમ એ કહ્યું કે #VoteKar મૂવમેન્ટને સપોર્ટ કરી તમે ભારતના લોકતંત્રને મજબૂત કરશો.

આપને જણાવી દઈએ કે પીએમ મોદીએ આ મહિને જ દેશની જાણીતી હસ્તિઓને આવી જ અપીલ કરી હતી. રવિવારે ટ્વીટમાં પીએમ મોદીએ દિગ્દર્શક મધુર ભંડારકર, વિવેક અગ્નિહોત્રી અને અભિનેતા રાજકુમાર રાવને પણ ટેગ કર્યાં છે. પ્રધાનમંત્રી ક્રિકેટ ખેલાડી શિખર ધવન, આર આશ્વિન, ભૂવનેશ્વરકુમાર ઉપરાંત, પ્રખ્યાત એથલીટ હિમા દાસ, દીપ કરમાકર અને સાક્ષી મલિકને પણ તેમના ટ્વીટમાં ટેગ કર્યા છે અને તેમનથી અપીલ કરી છે.