રાજસ્થાનના પાલી જિલ્લામાં બળાત્કારનો એક આરોપી શખ્સે બળજબરીથી પીડિતાના ઘરે પ્રવેશ કરી તેના પિતાની ચાકુ મારી હત્યા કરી દીધી હતી. એટલું જ નહીં પીડિતાની માતા અને ભાઈને પણ ઈજા પહોંચાડી હતી. આરોપી સ્થળ પરથી ભાગી છૂટતાં ગામલોકોએ તેને પકડી પડ્યો હતો, અને તેને ઢોરમાર મારતા ટે ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસે સોમવારે આ માહિતી આપી હતી. રવિવારે રાત્રે બનેલી આ ઘટનાને પગલે ઉગ્ર વિરોધ પ્રદર્શન થયું હતું
આરોપીઓ પાસેથી પરિવાર દ્વારા ધમકી મળતી વારંવારની ફરિયાદો અંગે કાર્યવાહી કરવામાં બેદરકારી દાખવાતાં ગ્રામજનોએ સદ્રી પોલીસ સ્ટેશનના પ્રભારીને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. આંદોલનકારીઓએ સોમવારે શબપરીક્ષણ કરવાની પરવાનગી પણ નકારી હતી. મદદનીશ પોલીસ અધિક્ષક (એએસપી) બ્રિજેશકુમાર સોનીએ જણાવ્યું હતું કે, રવિવારે રાત્રે આરોપી યુવતીના ઘરે પ્રવેશ કર્યો હતો અને પરિવારના સભ્યો પર છરી વડે હુમલો કર્યો હતો. યુવતીના પિતાનું મોત નીપજ્યું હતું, જ્યારે તેના માતા અને ભાઈને ઈજાઓ પહોંચી હતી.
પોલીસે જણાવ્યું હતું કે ઘટનાસ્થળેથી ભાગી છૂટતાં ગામલોકોએ તેને પકડ્યા બાદ આરોપી ખરાબ રીતે ઘાયલ થયો હતો. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
