USA News: થોડા દિવસો પહેલા જ્યારે અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને હરાવ્યું ત્યારે ઓસ્ટ્રેલિયન કેપ્ટન મિચેલ માર્શે ટોણો મારતા કહ્યું હતું કે, ભારતથી સારી ટીમને હરાવવા માટે ક્યાંથી મળશે. હવે રોહિત શર્મા અને તેની કંપનીએ કાંગારૂઓ(ઓસ્ટ્રેલિયા)નો બધો ઘમંડ દૂર કરી દીધો છે. ગઈકાલે રાત્રે T-20 વર્લ્ડ કપમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 24 રને શરમજનક હાર આપી હતી. હવે ઓસ્ટ્રેલિયાનું ભાવિ અફઘાનિસ્તાન-બાંગ્લાદેશ મેચ પર નિર્ભર છે. સુપર-8માં પોતાની ત્રણમાંથી બે મેચ હારી ચૂકેલ ઓસ્ટ્રેલિયા જો સેમીફાઈનલમાં પહોંચવા ઈચ્છે છે તો તેણે પ્રાર્થના કરવી પડશે કે બાંગ્લાદેશ અફઘાનિસ્તાનને હરાવશે. જો બાંગ્લાદેશ મોટા માર્જિનથી જીતશે તો શક્ય છે કે તે પોતે સેમિફાઇનલમાં પહોંચી જશે અને કાંગારૂઓનું સપનું ચકનાચૂર થઈ જશે. ભારતની હાર બાદ ઓસ્ટ્રેલિયન કેપ્ટન મિચેલ માર્શે આજીજી શરૂ કરી હતી.
મિશેલ માર્શે હાર બાદ કહ્યું, ‘તે નિરાશાજનક છે, પરંતુ હજી પણ તકનીકી રીતે આગળ વધવાની તક છે અને આજે ભારત અમારા કરતા સારું રમ્યું. મને લાગે છે કે 40 ઓવર દરમિયાન બહુ ઓછો તફાવત હતો, પરંતુ સાચું કહું તો ભારત શ્રેષ્ઠ ટીમ હતી. અમે છેલ્લા 15 વર્ષથી જોઈ રહ્યા છીએ કે રોહિત શર્મા કયા સ્તરનો ખેલાડી છે, તેણે ગઈકાલે રાત્રે અજાયબી કરી બતાવી. આ પ્રકારના રન ચેઝમાં જો તમે રન રેટ જાળવી શકો છો તો તમે તેમાં છો. અંતે ભારતના બોલરો ખૂબ જ ખતરનાક હતા. હવે બાંગ્લાદેશ આવો!(કમ ઑન બાંગ્લાદેશ)’…
મેચની વાત કરીએ તો, ભારતે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરી અને રોહિત શર્માની 41 બોલમાં સાત ચોગ્ગા અને આઠ છગ્ગા સાથે 92 રનની ઈનિંગને કારણે 205/5નો વિશાળ સ્કોર બનાવ્યો. રોહિત ઉપરાંત સૂર્યકુમાર યાદવ (31), શિવમ દુબે (28) અને હાર્દિક પંડ્યા (27*) એ પણ ઝડપી ઇનિંગ્સ રમી હતી. વિરાટ કોહલી ટૂર્નામેન્ટમાં બીજી વખત ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. બાદમાં અમારા બોલરોએ ઘાતક પ્રદર્શન કર્યું અને ઓસ્ટ્રેલિયાને 181-7 પર રોકી દીધું. લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે 37 રનમાં 3 વિકેટ લીધી હતી. ઓપનર ટ્રેવિસ હેડે સૌથી વધુ 76 રન બનાવ્યા હતા. ભારત હવે ગુરુવારે ગુયાનામાં સેમીફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામે ટકરાશે.
આ પણ વાંચો: રોહિત શર્માએ T20I ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, આટલી બધી સિક્સ મારનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો
આ પણ વાંચો: બજરંગ પુનિયાને લાગ્યો મોટો ઝટકો, NADAએ તેને ફરી કર્યો સસ્પેન્ડ
આ પણ વાંચો: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકાનો કર્યો ક્લીન સ્વીપ, વન-ડે શ્રેણી 3-0થી જીતી