conspiracy/ પન્નુની હત્યા પાછળ કાવતરાની અમેરિકાની વાત ભારતે ફગાવી

અમેરિકામાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાનો મામલો જોર પકડી રહ્યો છે. ભારતે પન્નુની હત્યા પાછળ સંડોવણી અંગે અમેરિકાની વાત સ્પષ્ટપણે ફગાવી દીધી છે.

Top Stories India

નવી દિલ્હી: અમેરિકામાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાનો મામલો જોર પકડી રહ્યો છે. ભારતે પન્નુની હત્યા પાછળ સંડોવણી અંગે અમેરિકાની વાત સ્પષ્ટપણે ફગાવી દીધી છે. અમેરિકાએ આ મુદ્દે ભારતીય નાગરિકની ધરપકડ કર્યા બાદ આ મામલે ભારત સરકારનો સંપર્ક કરવામાં આવ્યો છે. આ અંગે ભારતીય ગુપ્તચર સૂત્રો દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું હતું કે ભારતીય અને યુએસ રાજદ્વારીઓ એકબીજાના નિયમિત સંપર્કમાં છે અને ઘણા મુદ્દાઓ પર ગુપ્ત માહિતીની આપલે કરે છે. એક ભારતીયની ધરપકડ અંગે અમેરિકા દ્વારા માહિતી આપવી એ આ માહિતી શેરિંગનો એક ભાગ હતો.

ન્યૂયોર્કના સધર્ન ડિસ્ટ્રિક્ટના યુએસ એટર્ની મેથ્યુ જી ઓલસેને જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલ 52 વર્ષીય નિખિલ ગુપ્તા પર નિજ્જરની કોન્ટ્રાક્ટ કિલિંગનો આદેશ આપવાનો આરોપ છે. આ ગુના માટે મહત્તમ 10 વર્ષની જેલની સજા છે. તેના પર ભાડેથી હત્યા કરવાના કાવતરાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જેમાં મહત્તમ 10 વર્ષની જેલની સજા છે. અમેરિકન અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુપ્તા ન્યૂયોર્ક સિટીમાં રહેતા એક શીખ અલગતાવાદી નેતાને મારવા માટે હત્યારાને $100,000 ચૂકવવા સંમત થયા હતા.

એક ભારતીય ગુપ્તચર અધિકારીએ જણાવ્યું હતું કે આ ધરપકડ અર્થહીન છે કારણ કે અમેરિકનો અચાનક તેને સરકારી ભૂમિકા સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે પન્નુ વિરુદ્ધના પુરાવા અમેરિકા સાથે શેર કરી રહ્યા છીએ. પુરાવા પર તેની પ્રતિક્રિયા ઝડપી હોવી જોઈએ. જ્યારે તે ભારતીય વડાપ્રધાન, વિદેશ મંત્રી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને રોજેરોજ ધમકી આપે છે ત્યારે તેઓ મૌન રહે છે.અધિકારીએ કહ્યું, ‘અમેરિકનોના આરોપો ચિંતાનો વિષય છે અને અમે પરસ્પર સહયોગ માટે પ્રતિબદ્ધ છીએ.’