જબલપુર,
ઓનલાઇન ફૂડ સર્વિસ મોબાઇલ એપ ઝોમાટો આજકાલ હેડલાઇન્સમાં રહે છે.ઝોમાટોના એક ગ્રાહકે તેની પીઝાની ડીલીવરી એટલા માટે કેન્સલ કરી દીધી કેમ કે ડીલીવરી બોય મુસ્લીમ હતો.
જબલપુરના રહેવાસી અમિત શુક્લા નામના ગ્રાહકે ઝોમાટો પરથી ફુટ ઓર્ડર કર્યું હતું.જો કે ફુડ ડીલીવરી કરનાર બોય ફૈયાઝ નામનો મુસ્લીમ હોવાથી અમિતે ડીલીવરી કેન્સલ કરી હતી.
અમિતે ફુડ ડીલીવરી કેન્સલ કરીને તેની ટ્વિટમાં લખ્યું મેં ઓર્ડર એટલે કેન્સલ કર્યો કેમ કે બિન હિન્દુને ડીલીવરીનું કામ સોંપવામાં આવ્યું હતું.એ લોકો વાહન ચાલકને કેન્સલ કરવા માંગતા નથી એટલે મને રીફંડ નહીં મળે.મેં કહ્યું કે તમે મને ડીલીવરી લેવા માટે મજબુર ના કરી શકો.હું આ મામલે મારા વકીલ સાથે પણ વાત કરીશ. ”
https://twitter.com/ZomatoIN/status/1156429449258250240
અમિતની આ ટ્વીટ પછી બોલીવુડ અભિનેત્રીઓએ પણ આ લડાઇમાં ઝુકાવ્યું છે.રિચા ચડ્ડાએ ધર્મના નામે ઓર્ડર કેન્સ કરનાર ગ્રાહકની ટ્વીટનો સ્ક્રીનશોટ પોસ્ટ કરતા લખ્યું કે વધારે નફરત કરવી જોઈએ નહિ નહી તો એસીડીટી થઇ જાય છે. શાંત થઇ જા., જે ખાવું છે, તે ખાઈ લે! શા માટે ઢંઢેરા પીટે છે..ટ્વીટર પર થાળી ચમચી લઈને અવાજ જ કરે છે..
રિચા ચડ્ડાની ટિપ્પણી પર યુઝર્સની જબરદસ્ત ટિપ્પણીઓ આવાનું શરૂ થયું છે.અમિત શુક્લાના આ ટ્વીટ પર ઝોમાટોએ જવાબ આપ્યો હતો કે ભોજનનો કોઈ ધર્મ નથી.બનેલી રસોઇ સ્વયં એક ધર્મ છે.ડીલીવરી બોય ફૈયાઝે કહ્યું હતું કે હું બહુ દુખી થયો છું.પણ હું શું કરી શકું.અમે ગરીબ લોકો છીએ…સહન કરવું પડે…
https://twitter.com/RichaChadha/status/1156454198449463296
ઝોમાટોના સ્થાપક દિપેન્દર ગોયેલે જણાવ્યું હતું કે તેઓ ભારત માટે બહુ ગર્વ અનુભવે છે.અમારા સન્માનિત ગ્રાહકો અને ભાગીદારોની વિવિધતા પર ગર્વ છે.અમારા મૂલ્યોના માર્ગમાં આવતા કોઈપણ વ્યવસાયને ગુમાવવા બદલ અમને દિલગીરી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
