Not Set/ આત્મહત્યા/ પિતાએ પાલતુ કૂતરાને છોડવાનું કહ્યું તો દીકરીએ ખાધો ગળાફાંસો

તમિળનાડુના કોયંબટૂર શહેરના બાહરી વિસ્તારમાં એક યુવતીએ એટલા માટે  આત્મહત્યા કરી કારણ કે તેના પિતાએ તેને તેના પાલતુ કૂતરાને છોડવાનું કહ્યું હતું. અહેવાલો અનુસાર 24 વર્ષીય કવિતા તેના પાલતુ કૂતરા સીઝર સાથે છેલ્લા 2 વર્ષથી હતી. કૂતરાના વારંવાર ભસવાથી પડોશીઓને મુશ્કેલી હોવાને કારણે કવિતાને તેના પિતાને ઠપકો આપ્યો અને તેને ક્યાંક મૂકી દેવાનું કહ્યું. કવિતા […]

India

તમિળનાડુના કોયંબટૂર શહેરના બાહરી વિસ્તારમાં એક યુવતીએ એટલા માટે  આત્મહત્યા કરી કારણ કે તેના પિતાએ તેને તેના પાલતુ કૂતરાને છોડવાનું કહ્યું હતું. અહેવાલો અનુસાર 24 વર્ષીય કવિતા તેના પાલતુ કૂતરા સીઝર સાથે છેલ્લા 2 વર્ષથી હતી. કૂતરાના વારંવાર ભસવાથી પડોશીઓને મુશ્કેલી હોવાને કારણે કવિતાને તેના પિતાને ઠપકો આપ્યો અને તેને ક્યાંક મૂકી દેવાનું કહ્યું. કવિતા તેના પિતાની નિંદા સહન ન કરી શકી અને તેને ફાંસી લગાવી દીધી હતી.

કૂતરાથી અલગ થવાના ડરે લીધો જીવ

મળતી મહિતી અનુસાર બુધવારે રાત્રે ભારે વાવાઝોડા અને વીજળીના લીધે કૂતરો ડરી ગયો હતો. અને તેણે ભસવાનું શરૂ કર્યું હતું. આનાથી પરેશાન થયેલા  પડોશીઓએ કવિતાના પિતાને આ અંગે ફરિયાદ કરી હતી. બીજા જ દિવસે પિતાએ  કવિતાને ઠપકો આપ્યો અને કૂતરાને બીજે છોડી દેવાનું કહ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે કવિતા તેના પિતાની નિંદા સહન કરી શકતી નહોતી અને તે તેના કૂતરા સાથે અલગ થવાનો ભય પણ હતો, જેના કારણે તેણે ગુરુવારે સાંજે પંખા સાથે તેના રૂમમાં લટકીને આત્મહત્યા કરી લીધી હતી.

પરિવારજનોને કહ્યું કૂતરાની સંભાળ રાખજો

બનાવની માહિતી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. કવિતા દ્વારા પોલીસને એક કથિત પત્ર મળ્યો છે જેમાં તેના માતાપિતા, દાદી અને ભાઈને તેના કૂતરાની સંભાળ રાખવા જણાવ્યું છે. પત્રમાં, કવિતાએ તેના કૃત્ય માટે માફી માંગીને, તેના પરિવારના સભ્યોને દર અઠવાડિયે મંદિર જવાની વિનંતી પણ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.