Not Set/ UP : બુલંદશહેરમાં રસ્તા પર સૂતેલા લોકોનો બસે લીધો જીવ, મહિલા અને બાળકો સહિત 7નાં મોત

ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં, એક પૂર ઝડપે આવી રહેલા બસે સડક પર સૂતી મહિલાઓ અને બાળકોને કચડી નાખ્યા હતા. બુલંદશહેરના નરોરા ગંગા ઘાટ નજીક આ ઘટના બની છે. મૃતકોની સંખ્યા 7 હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં 4 મહિલાઓ અને 3 બાળકો શામેલ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ […]

India

ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં, એક પૂર ઝડપે આવી રહેલા બસે સડક પર સૂતી મહિલાઓ અને બાળકોને કચડી નાખ્યા હતા. બુલંદશહેરના નરોરા ગંગા ઘાટ નજીક આ ઘટના બની છે. મૃતકોની સંખ્યા 7 હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં 4 મહિલાઓ અને 3 બાળકો શામેલ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ લોકો હાથરસના રહેવાસી છે અને ગંગા સ્નાન માટે નરોરા ઘાટ પર આવ્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટના સમયે મહિલાઓ અને બાળકો રસ્તાની બાજુમાં સૂઈ રહ્યા હતા. તે પછી જ એક પૂર ઝડપે આવી રહેલ બસે કાબૂ ગુમાવી હતી અને તેમને રસ્તા પર સૂતેલા લોકોને કચડી નાખ્યા હતા.આ ઘટના બાદ બસ ચાલક બસ છોડીને ભાગી ગયો હતો. આ ઘટના બાદ સીઓ ડીબાઈ સાથે ભારે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.