હાલમાં મળતી માહિતી અનુસાર 5 મી ટેસ્ટ હજુ પણ થઇ શકે છે!
એવા અહેવાલો આવ્યા છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) હવે આ અંગે વાત કરશે અને 5 મી ટેસ્ટ પછી રમાશે. BCCI તરફથી સત્તાવાર નિવેદન આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે BCCI અને ECB વચ્ચેના મજબૂત સંબંધોને જોતા આ ટેસ્ટ બાદમાં રમાશે અને તેની તારીખો અંગે ચર્ચા કરવામાં આવશે.
હમણાં માટે છેલ્લી ટેસ્ટ રદ
ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે (ECB) એક નિવેદન બહાર પાડતા કહ્યું કે, ‘ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સાથે ચર્ચા કર્યા પછી, ECB એ પુષ્ટિ કરે છે કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ અહીંથી ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે યોજાશે. મેચ રદ કરવામાં આવી છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘શિબિરમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે ભારત ટીમ ઉતારવામાં અસમર્થ છે. અમે ચાહકો અને ભાગીદારોની માફી માંગીએ છીએ, અમે જાણીએ છીએ કે આ નિર્ણયથી તેમને કેટલું દુ:ખ થશે. આગામી સમયમાં વધુ માહિતી આપવામાં આવશે.
આ કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે
ગુરુવારે ટેસ્ટમાં ભારતના આસિસ્ટન્ટ ફિઝિયો યોગેશ પરમાર કોરોના પોઝિટિવ મળ્યા બાદ BCCI અને ECB વચ્ચે તીવ્ર ચર્ચા થઈ હતી. એવું પણ જાણવા મળ્યું છે કે છેલ્લા બે દિવસમાં બીસીસીઆઈ અને ટીમ મેનેજમેન્ટ વચ્ચે થયેલી વાટાઘાટમાં ભારતના એકથી વધુ ખેલાડીઓએ મેદાન ઉતરવા બાબતે ચિંતા વ્યક્ત કરી હતી.
ભારત ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન ખાતે શુક્રવારે રમાનારી ટેસ્ટ મેચ ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી પાંચમી અને છેલ્લી મેચ રદ કરવામાં આવી છે. છેલ્લી મેચ રદ થવાના કારણે ભારતે સિરીઝ પર 2-1 થી કબજો જમાવ્યો છે.
Update: The BCCI and ECB held several rounds of discussion to find a way to play the match, however, the outbreak of Covid-19 in the Indian team contingent forced the decision of calling off the Old Trafford Test.
Details: https://t.co/5EiVOPPOBB
— BCCI (@BCCI) September 10, 2021
BCCI ના અધિકારીઓ વચ્ચે બેઠક ચાલી રહી છે. જેમાં કેટલા દિવસ માટે મેચ ટાળી શકાશે અને આગામી શું વ્યવસ્થા હશે તે પ્રમાણે ચર્ચા કરવામાં આવી રહી હતી પરંતુ છેલ્લે મેચને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગુરુવારે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ટેસ્ટ મેચને લઈને આશંકા વ્યક્ત કરી હતી. ગાંગુલીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, પાંચમી ટેસ્ટ મેચ રમાશે કે નહિ તે અંગે કશું કહી શકાય તેમ નથી. આ પહેલા દિનેશ કાર્તિકે ટ્વીટ કરીને શુક્રવારથી મેચ ન રમવા અંગે ટ્વીટ કર્યું હતું. તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે, આજે કોઈપણ મેચ રમાશે નહીં.
ચોથી ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ફીઝીયો આસિસ્ટન્ટ યોગેશ પરમાર પણ પાંચમી ટેસ્ટ પહેલા સંક્રમિત મળી આવ્યા હતા. આ ઉપરાંત દરેક ખેલાડીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે નેગેટિવ આવ્યો હતો. ત્યારબાદ બોર્ડે મેચ શરુ રાખવાનો નિર્ણય લીધો હતો. પરંતુ બોર્ડ વાતચીતમાં છેલ્લી મેચ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પહેલા દિનેશ કાર્તિકે ટ્વીટ કરીને શુક્રવારથી મેચ ન રમવા અંગે ટ્વીટ કર્યું હતું. તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે, આજે કોઈપણ મેચ રમાશે નહીં.
NO PLAY TODAY
ok Tata bye bye #ENGvsIND
— DK (@DineshKarthik) September 10, 2021
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. ત્યારબાદ બીજી મેચ લોર્ડસના ગ્રાઉન્ડ પર રમવામાં આવી હતી જેમાં ભારતે જીત મેળવી હતી. ત્રીજી મેચમાં ઇંગ્લેન્ડ જીત્યું હતું. ચોથી ટેસ્ટ મેચ દરમિયાન ધમાકેદાર ભારતે એન્ટ્રી કરી હતી અને જીત મેળવી હતી.
મેચ રદ થવા મુદ્દે શું છે ઇંગ્લેન્ડનું વલણ?
ટેસ્ટ મેચ રદ હોવાના સમાચાર મળ્યા બાદ ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે એક નિવેદન જાહેર કર્યું છે. ECB નું કહેવું છે કે, બીસીસીઆઈ સાથે વાતચીત બાદ મેચ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના કેમ્પમાં કોરોનાના વધતા ખતરાને પગલે મેચ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને મેચ રમવા અંગે પોતાની ટીમ નક્કી કરી શકી નથી. ઇંગ્લેન્ડે મેચ પહેલા પોતાની જીતનો દાવો કર્યો હતો. પરંતુ તેમણે નિવેદન બદલી નાંખ્યું છે અને મેચ રદ થઇ ગઈ છે.
આ સમગ્ર ઘટના બાદ એક સવાલ ઉદભવે છે કે, શું પાંચમી ટેસ્ટ ફરીથી રમવામાં આવશે? ભારત 2-1થી મેચ જીતશે અથવા સિરીઝને 2-2 પર ડ્રો જાહેર કરવામાં આવશે. મેચ આવતા વર્ષે પણ રમવામાં આવશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

