ક્રિકેટ/ ભારતીય ક્રિકેટર મયંક અગ્રવાલની તબિયત ફલાઇટમાં બગડી

ભારતીય ક્રિકેટર મયંક અગ્રવાલની તબિયત અચાનક બગડી ગઇ હતી. તેમને અગરતલાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

Top Stories India

ભારતીય ક્રિકેટર મયંક અગ્રવાલની તબિયત અચાનક બગડી ગઇ હતી. તેમને અગરતલાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે રણજી ટ્રોફી મેચ રમીને અગરતલાથી પરત ફરી રહ્યો હતો. 32 વર્ષીય મયંક કર્ણાટક ટીમનો કેપ્ટન છે.  ફ્લાઈટમાં ચઢ્યા બાદ બેટ્સમેનની તબિયત ખરાબ થઈ ગઈ હતી. તેણે મોં અને ગળામાં બળતરાની ફરિયાદ કરી હતી. મયંક હાલમાં ICUમાં સારવાર હેઠળ છે અને તે ખતરાની બહાર છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ટીમ ફ્લાઈટમાં હતી અને અગ્રવાલની તબિયત બગડી ગઇ હતી તેને  ફ્લાઈટમાં બેસતા જ ઉલ્ટી અને માથાના દુ ખાવાની ફરિયાદ કરી હતી,તેને સત્વરે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલમાં તે  તે ડોક્ટરના નિરીક્ષણ હેઠળ છે. અમને કહેવામાં આવ્યું છે કે ડૉક્ટર કેટલાક ટેસ્ટ કરી રહ્યા છે.મયંકની તબિયત હાલ સ્થિર છે. મયંકે હાલમાં જ અગરતલાના સ્ટેડિયમમાં ત્રિપુરા સામેની રણજી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 51 અને 17 રન બનાવ્યા હતા કર્ણાટકનો 29 રને વિજય થયો હતો.