Washington News/ ગેરકાયદેસર રીતે અમેરિકા જનારા ભારતીયોની સંખ્યા વધી, ટ્રુડોનો દેશ બન્યો સૌથી પસંદીદા માર્ગ

યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (USCBP)ના આંકડાઓ અનુસાર 2024માં અત્યાર સુધી આ સરહદ પર 43,764 ભારતીયોની ધરપકડ કરાઇ છે, જે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના કુલ 1,98,929 કેસના 22% છે.

Top Stories World Breaking News
indian-number-increase-in-us-illegal-entry-from-canada-big-number-from-punjab-donald-trump

Washington News: મોટી સંખ્યામાં ભારતીયો ‘અમેરિકન ડ્રીમ’ માટે બધું જ જોખમમાં મૂકે છે. યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (USCBP) ના તાજેતરના ડેટા દર્શાવે છે કે યુ.એસ.માં ભારતીયો ગેરકાયદેસર રીતે ક્રોસિંગ કરતા ભારે વધારો જોવા મળ્યો છે. આ વર્ષે જ, કેનેડાની સરહદમાં ગેરકાયદેસર રીતે પ્રવેશતા પકડાયેલા 22 ટકા ભારતીયો હતા. ચાલો સમજીએ કે ભારતીયોની આટલી વધતી સંખ્યા પાછળનું કારણ શું છે?

USCBP ડેટા માટેનું નાણાકીય વર્ષ ઓક્ટોબરથી સપ્ટેમ્બર સુધી ચાલે છે. તેના ડેટા દર્શાવે છે કે કેનેડાની સરહદ દ્વારા ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશતા ભારતીય અમેરિકનોની સંખ્યા વધી રહી છે. 2022 માં, 109,535 લોકો ગેરકાયદેસર ક્રોસિંગ બનાવવાનો પ્રયાસ કરતા પકડાયા હતા. જેમાં ભારતીયોની સંખ્યા 16 ટકા હતી. 2023માં આમાં વધારો થયો અને 189,402 લોકોમાંથી 30,010 ભારતીયો ઝડપાયા. આ વર્ષે ફરી આંકડામાં વધારો થયો છે. કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશતા 42764 ભારતીયો ઝડપાયા હતા.

ભારતીયોની સંખ્યામાં વધારો થયો છે

એકના અહેવાલ મુજબ, વોશિંગ્ટન સ્થિત થિંક ટેન્ક નિસ્કાનેન સેન્ટરના ઇમિગ્રેશન વિશ્લેષકો ગિલ ગુએરા અને સ્નેહા પુરીએ જણાવ્યું હતું કે આ આંકડા જોકે લેટિન અમેરિકા અને કેરેબિયનના ઇમિગ્રન્ટ્સ કરતા ઓછા છે. પરંતુ છેલ્લા ચાર વર્ષોમાં ભારતીયો પશ્ચિમી ગોળાર્ધની બહાર યુએસ બોર્ડર પર આવતા સ્થળાંતર કરનારાઓનો સૌથી મોટો સમૂહ બની ગયો છે. પરંતુ મોટો પ્રશ્ન એ છે કે અત્યાર સુધી મોટાભાગના લોકો મેક્સિકો બોર્ડરથી અમેરિકામાં પ્રવેશ કરે છે, તો પછી કેનેડા કેમ પ્રથમ પસંદગી બની?

કેનેડા જ કેમ?

નિસ્કનેન સેન્ટર અનુસાર, કેનેડામાંથી ગેરકાયદેસર પ્રવેશમાં વધારો કેનેડાની વધુ સુલભ વિઝા પ્રક્રિયાને કારણે છે. કેનેડા ભારતીયો માટે વધુ સુલભ પ્રવેશ બિંદુ બની રહ્યું છે. કારણ કે કેનેડાના વિઝા મેળવવામાં સરેરાશ 76 દિવસનો સમય લાગે છે. જ્યારે અમેરિકન વિઝા માટે એક વર્ષથી વધુ સમય લાગે છે. વધુમાં, યુએસ-કેનેડા સરહદ મેક્સિકો-યુએસ સરહદ કરતાં લાંબી અને ઓછી રક્ષિત છે. ટ્રમ્પના આગામી કાર્યકાળમાં યુએસ-કેનેડા બોર્ડર પર પણ કડકાઈ જોવા મળી શકે છે.

બાઇડેન વહીવટીતંત્રની ઓપન-બોર્ડર નીતિ પણ આ ઘૂસણખોરીને વધારવામાં ભૂમિકા ભજવી રહી છે. સરહદ પર સુરક્ષામાં ઢીલનો ફાયદો તસ્કરી નેટવર્ક ઉઠાવી રહ્યું છે. આ નેટવર્ક ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને સુરક્ષિત માર્ગ અને સરળ પ્રવેશનો વાયદો કરે છે. સોશિયલ મીડિયા પર પણ આ માર્ગોનો પ્રચાર તેજીથી થઇ રહ્યો છે, જેનાથી વધુ લોકો આ ખતરનાક યાત્રા માટે તૈયાર થઇ રહ્યા છે. વકીલ જીશાન ફારુકી અનુસાર સરહદ સુરક્ષા નિયમોમાં ફેરફારની જરૂરિયાત છે. અમેરિકા-કેનેડાની લાંબી સરહદ અને ઓછી સુરક્ષાથી સમસ્યા વધી અમેરિકા-કેનેડા સરહદની લંબાઇ (8,891 કિમી) છે. તે ઉપરાંત આ બોર્ડર પર ઓછી સુરક્ષા છે. તેને કારણે તે ગેરકાયદે ઘૂસણખોરી માટે સરળ માર્ગ બન્યો છે. તેની તુલનામાં અમેરિકા-મેક્સિકો સરહદ પર ચુસ્ત બંદોબસ્ત છે. સરહદ પર પેટ્રોલિંગ ગ્રૂપ મર્યાદિત છે, જેનાથી ઘૂસણખોરી રોકવી મુશ્કેલ બન્યું છે. નિષ્ણાતો આ સમસ્યાના ઉકેલ માટે બંને દેશો વચ્ચે મજબૂત મોનિટરિંગ તેમજ સુરક્ષા સંચાલનની ભલામણ કરી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બેંગલુરુની 15 શાળાઓને બોમ્બથી ઉડવાની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો ચોંકાવનારો મેસેજ


આ પણ વાંચો:કેનેડામાં સાત લાખ વિદ્યાર્થીઓએ આગામી વર્ષે દેશ છોડવો પડી શકે

આ પણ વાંચો:ભારતે ઠપકો આપ્યો, કેનેડાએ બદલ્યો ટોન, હવે ટ્રુડોએ કહ્યું- અમારી પાસે PM મોદી પર લાગેલા આરોપોના કોઈ પુરાવા નથી 

આ પણ વાંચો:ટૂરિસ્ટ વિઝા પર લાગ્યો પ્રતિબંધ : હવે કેનેડા ફરવા પણ નહીં જઈ શકાય?