Not Set/ કોહલી વન-ડે અને ટી-20 માટે કેપ્ટન, ઇંગ્લેન્ડ સામેની ટીમની જાહેરાત

નવી દિલ્હીઃ  ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકારે વિરાટ કોહલીને વન-ડે અને ટી 20 માટે કેપ્ટન તરીકે પસંદગી કરી છે. ભારત ઘર આંગણે ઇંગ્લેન્ડ સાથે રમાનાર ત્રણ વન-ડે અને ત્રણ ટી 20 મેચ માટે ભારતીય ટીમની પસંદગી કરી છે. એમ.એસ.કે. પ્રસાદની આગેવાની હેઠળ પસંદગીકારોની સમિતિએ ઈંગ્લેન્ડ સામેની આ બંને શ્રેણી માટેની ભારતીય ટીમની જાહેરાત કરી છે. અનુભવી […]

Sports
કોહલી વન-ડે અને ટી-20 માટે કેપ્ટન, ઇંગ્લેન્ડ સામેની ટીમની જાહેરાત

નવી દિલ્હીઃ  ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકારે વિરાટ કોહલીને વન-ડે અને ટી 20 માટે કેપ્ટન તરીકે પસંદગી કરી છે. ભારત ઘર આંગણે ઇંગ્લેન્ડ સાથે રમાનાર ત્રણ વન-ડે અને ત્રણ ટી 20 મેચ માટે ભારતીય ટીમની પસંદગી કરી છે. એમ.એસ.કે. પ્રસાદની આગેવાની હેઠળ પસંદગીકારોની સમિતિએ ઈંગ્લેન્ડ સામેની આ બંને શ્રેણી માટેની ભારતીય ટીમની જાહેરાત કરી છે.

અનુભવી ઓલરાઉન્ડર યુવરાજ સિંહે વન-ડે અને ટ્વેન્ટી-20, બંને ટીમમાં પુનરાગમન કર્યું છે. તો આશાસ્પદ બેટ્સમેન રીષભ પંતને ટ્વેન્ટી-20 ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

વન-ડે માટેની ટીમ નીચે મુજબ છેઃ

વિરાટ કોહલી (કેપ્ટન), મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), લોકેશ રાહુલ, શિખર ધવન, મનીષ પાંડે, કેદાર જાધવ, યુવરાજ સિંહ, અજિંક્ય રહાણે, હાર્દિક પંડ્યા, અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અમિત મિશ્રા, જસપ્રીત બુમરાહ, ભૂવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ.

ઈંગ્લેન્ડ સામે 3 T20I મેચો માટેની ટીમ નીચે મુજબ છેઃ

વિરાટ કોહલી (કેપ્ટન), મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), મનદીપ, લોકેશ રાહુલ, યુવરાજ સિંહ, સુરેશ રૈના, રીષભ પંત, હાર્દિક પંડ્યા, અશ્વિન, રવિન્દ્ર જાડેજા, યૂજવેન્દ્ર ચહલ, મનીષ પાંડે, જસપ્રીત બુમરા, ભૂવનેશ્વર કુમાર, આશિષ નેહરા.