Entertainment News: ગયા વર્ષે બોલિવૂડની ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ખાસ કરીને શાહરૂખ ખાનની બે, સન્ની દેઓલની એક અને રણબીર કપૂરની ચાર ફિલ્મોએ કમાણીમાં નવા રેકોર્ડ બનાવ્યા છે. ચારેય ફિલ્મોએ બોક્સઓફિસમાં નવા રેકોર્ડ સર્જ્યા છે. ત્યારે આવતા વર્ષે 2025માં કઈ ફિલ્મો રિલિઝ થશે, ચાલો જાણીએ.
શાહરૂખ ખાને 2023માં પઠાણ, જવાન ઉપરાંત ગદર-ટુ, એનિમલ દ્વારા જોરદાર કમાણી કરી હતી. આ કલાકારોની આવતા વર્ષે કઈ ફિલ્મો રિલિઝ થસે. ઘણા મોટા કલાકારોએ અત્યારથી જ ડેટ લોક ફિક્સડ કરી દીધી છે. 2024ના પ્રારંભમાં ફિલ્મી દુનિયાના જાણકારોએ એવી આશંકા વ્યક્ત કરી હતી કે આ વર્ષે ગત વર્ષ કરતાં ઓછી કમાણી શઈ શકે છે. આવતા વર્ષે સન્ની દેઓલ જાન્યુઆરીમાં લાહોર 1947 સાથે નવા વર્ષની શરૂઆત કરશે તેમ લાગૂ રહ્યું છે.
સલમાન ખાન ઈદ પર તેની ફિલ્મ સુકંદરને રિલિઝ કરવાની તૈયારીમાં છે. સાઉથનો સુપરસ્ટાર યશ ફિલ્મ ટોક્સિક એપ્રિલમાં રિલિઝ કરશે. અઝય દેવગનની દે દે પ્યાર દે-2 કમલ હસનની ઈન્ડિયન-3, અક્ષયકુમારની હાઉસફૂલ-5, જોલી એલએલબી-3 જેવી ફિલ્મો પણ રિલિઝ થવાની છે.
15મી ઓગસ્ટે રિતિક રોશનની જૂનિયર એનટીઆરની વોર-2 આવશે. દિવાળીમાં સુહાના ખાન પિતા શાહરૂખ ખાન સાથેની ફિલ્મ કિંગમાં રિલિઝ થશે. ઓક્ટોબરમાં રણબીર કપૂરની રામાયણની રિલિઝની પણ ચર્ચા છે. આ વર્ષે ક્રિસમસ પર અવતાર-3, પ્રભાસની સુપરહીટ ફિલ્મ, સાલારની સિક્વલ સાલાર-2, રણબીર-આલિયા અને વિકી કૌશલની ફિલ્મ લવ અન્ડ વોરની વચ્ચે ક્લેશ થવાની શક્યતા છે.
ફિલ્મ 2024માં વધુ કમાણી કરી શકે તેમ નથી તેવું બોલિવૂડના જાણકારોનું માનવું છે. એટલે ફિલ્મો પણ ઓછી રિલિઝ થશે. 2025માં ઘણા મોટા બજેટની ફિલ્મો બનશે. આ વર્ષ બોક્સ ઓફિસ પર કંગાળ સ્થિતિમાં છે.
2025માં આ ફિલ્મો રિલિઝ થશે
26 જાન્યુઆરી- લાહોર 1947
ઈદ- સિકંદર
એપ્રિલ મહિનો- ટોક્સિક
મે મહિનો- દે દે પ્યાર દે-2
જૂન મહિનો- ઈન્ડિયન 3, હાફસફૂલ 5, જોલી એલએલબી 3
સ્વાતંત્ર્ય દિન- વોર-2
દિવાળી- કિંગ
ક્રિસમસ- લવ એન્ડ વોર, અવતાર-2, સાલાર-2.
આ પણ વાંચો:લવ સોનાક્ષીના સાસરિયાં સાથે નહીં રાખે સંબંધો, પૂછ્યું- ઝહીરના પિતાએ દુબઈમાં શું કર્યું
આ પણ વાંચો:‘બધુ ગ્લેમર જતું રહ્યું…’ હિના ખાને તેનું પહેલું કીમો સેશન કરાવ્યું, હોસ્પિટલનો વીડિયો શેર કર્યો
આ પણ વાંચો:સોનાક્ષીના ભાઈ લવ સિંહાએ મૌન તોડ્યું, ‘પરિવાર હંમેશા પ્રથમ સ્થાને’