ભારતીય રેલવે/ હવે રેલવે સ્ટેશન પર સમાન ઊંચકવા માટે કુલી શોધવાની જરૂર નહિ રહે, આવી રહી છે મોબાઈલ એપ

પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે, ઉત્તર રેલવે મુસાફરોને મોબાઈલ એપ પર કુલી બુકિંગની સુવિધા પૂરી પાડવા માટે કાર્યરત છે. આગામી કેટલાક મહિનાઓમાં આ સેવા દેશભરમાં શરૂ થઈ જશે.

India

પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે, ઉત્તર રેલવે મુસાફરોને મોબાઈલ એપ પર કુલી બુકિંગની સુવિધા પૂરી પાડવા માટે કાર્યરત છે. આગામી કેટલાક મહિનાઓમાં આ સેવા દેશભરમાં શરૂ થઈ જશે. ભાડું પહેલા જ સામાનની સંખ્યા અને વજનના આધારે નક્કી કરવામાં આવશે.

રેલવે સ્ટેશનો પર,  કુલીઓ ક્યારેક મુસાફરોનો સામાન ઉપાડવા માટે મનસ્વી ભાડું લે છે. અવારનવાર આ વિશે પણ ચર્ચા થાય છે, પરંતુ હવે કુલી પોતાની મરજી મુજબ ભાડું વસુલી શકશે નહી. મુસાફરોને મોબાઈલ એપ પર કુલી  મળશે અને ભાડું પણ સામાનની સંખ્યા અને વજન પ્રમાણે નક્કી થશે. સ્ટેશન પર પહોંચ્યા બાદ મુસાફરોએ કુલીને શોધવાની માથાકુતમાંથી પણ મુક્તિ મળશે. કારણ કે આ સુવિધા એપ પર જ ઉપલબ્ધ થશે, ત્યારબાદ કુલી પોતે તમને સ્ટેશન પર મળશે. ઉત્તર રેલવે આ પાયલોટ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આગામી કેટલાક મહિનાઓમાં આ સેવા દેશભરમાં શરૂ કરવામાં આવશે.

એપ પર રજીસ્ટ્રેશન, ઓનલાઈન પેમેન્ટ:

મુસાફરો એપ પર જઈને તેમના સ્ટેશનનો વિકલ્પ પસંદ કરશે, ત્યારબાદ તેમને તે સ્ટેશનના કુલીના બેચ નંબર, નામ અને ફોન નંબર વિશે સંપૂર્ણ માહિતી મળશે. પ્લેટફોર્મ પર પહોંચતા પહેલા પેસેન્જર એપ પર નોંધણી કરાવવા પર, એક કુલી ની વિગતો ધરાવતો સંદેશ પ્રાપ્ત થશે જેણે તેમનો સામાન ઉપાડ્યોવાનો છે. એપમાં બેગેજની સંખ્યા (નાના અને મોટા) ના આધારે પણ કિંમત નક્કી કરવામાં આવશે, જે પેસેન્જરે ઓનલાઇન ચૂકવવી પડશે. રજિસ્ટ્રેશન બાદ પ્લેટફોર્મ પર પહોંચતા જ કુલી મુસાફરોની સેવામાં હાજર રહેશે. એપનો મોટો ફાયદો એ છે કે મુસાફરોએ કુલી શોધવાનું રહેશે નહીં અને પૈસાને લઇને ચર્ચાની કોઇ સ્થિતિ રહેશે નહીં. કુલીને તેમના ખાતામાં રેલવે તરફથી ઓનલાઇન ચુકવણી પણ મળશે.

દેશના 20 હજાર કુલીઓને મળશે લાભ:

એપ હજુ પ્રાથમિક તબક્કામાં છે, પરંતુ જલદી તે શરૂ થશે, દેશભરમાં 20 હજારથી વધુ કુલીઓને લાભ મળશે. તેમને અહીં તહી ભટકવું નહીં પડે. અધિકારીઓનું કહેવું છે કે એપમાં એવી સિસ્ટમ હશે કે દરેકને નંબર પ્રમાણે કામ મળે. કાનપુર સેન્ટ્રલ સ્ટેશન પર 133 કુલી નોંધાયેલા છે જેઓ એપ વિશે ખૂબ જ ઉત્સાહિત છે.

ચાઇનીઝ પર હુમલો / પાકિસ્તાનમાં તેના નાગરિકો પર સતત હુમલાથી પરેશાન ચીન

ખરાબ હવામાન / બંગાળની ખાડીમાં ચક્રવાત ગુલાબ આપી રહ્યું છે દસ્તક, ઓડિશા અને આંધ્રપ્રદેશને સૌથી વધુ અસર થશે

National / પંજાબ બાદ રાજસ્થાન કોંગ્રેસમાં હલચલ, પ્રદેશ ઉપાધ્યક્ષે પાયલટના નેતૃત્વમાં આગામી ચૂંટણી લડવાની કરી માંગ 

રાહુલની યુવા બ્રિગેડ / કન્હૈયા અને જીગ્નેશ મેવાણી 28 સપ્ટેમ્બરે કોંગ્રેસ સાથે હાથ મિલાવી શકે છે

ધાર્મિક / દિવાળી કરતાં પણ વધુ મહત્વનું છે ગજલક્ષ્મી વ્રત, આ દિવસે ખરીદેલું સોનું 8 ગણું વધે છે

ચાણક્ય નીતિ / માતા લક્ષ્મીને આ આદતો બિલકુલ પસંદ નથી, નારાજ થઇ ચાલતી જ પકડે છે અને પછી …