#TokyoOlympic2021/ ભારતીય પહેલવાન બજરંગ પુનિયા પહોંચ્યા સેમીફાઇનલમાં, ઇરાની ખેલાડીને આપી મ્હાત

આજનો દિવસ ભારતીય પહેલવાન બજરંગ પુનિયા માટે ખાસ હોય તેવુ દેખાઇ રહ્યુ છે. ભારતીય પહેલવાન બજરંગ પુનિયાએ રોમાંચક મુકાબલામાં ઈરાની કુસ્તીબાજને હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

Top Stories Sports
ભારતીય પહેલવાન
  • ભારતીય પહેલવાન બજરંગ પુનિયા પહોંચ્યા સેમીફાઇનલમાં
  • ઇરાનનાં ખેલાડી મુર્તઝાને પુનિયાએ આપી મ્હાત
  • ઇરાનનાં ખેલાડીને હરાવી પહોંચ્યા સેમીફાઇનલમાં
  • આજે સાંજે અઝરબૈઝાનનાં પહેલવાન સાથે મુકાબલો

આજનો દિવસ ભારતીય પહેલવાન બજરંગ પુનિયા માટે ખાસ હોય તેવુ દેખાઇ રહ્યુ છે. ભારતીય પહેલવાન બજરંગ પુનિયાએ રોમાંચક મુકાબલામાં ઈરાની કુસ્તીબાજને હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે. બીજા રાઉન્ડ સુધીમાં બજરંગ પોઈન્ટનાં આધારે પાછળ હતો. પણ અંતિમ ક્ષણોમાં બજરંગે જોરદાર દાવ લગાવી અને ઈરાની કુસ્તીબાજને હરાવી દીધો અને સેમિફાઇનલમાં પોતાની જગ્યા બનાવી લીધી.

11 145 ભારતીય પહેલવાન બજરંગ પુનિયા પહોંચ્યા સેમીફાઇનલમાં, ઇરાની ખેલાડીને આપી મ્હાત

આ પણ વાંચો – #TokyoOlympic2021 / રવિ દહિયાને ભારત માટે સિલ્વર મેડલ જીતવા બદલ હરિયાણા સરકાર આપશે 4 કરોડનું ઈનામ

મેચનાં પહેલા રાઉન્ડથી જ બજરંગે ડિફેન્સ પર વધુ ધ્યાન આપ્યું હતુ. આ જ કારણ હતું કે, ઈરાનનાં મોર્ટેઝા ગિયાસીને નિષ્ક્રિયતાનાં કારણે એક અંક આપવામાં આવ્યો હતો. આ પછી પણ, બેમાંથી કોઈ કુસ્તીબાજ આ રાઉન્ડમાં સટ્ટો રમાડવામાં સફળ રહ્યો ન હતો. બીજા રાઉન્ડમાં ઈરાનનાં ગિયાસીએ સિંગલ લેગ પર પોઈન્ટ લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બજરંગે તેનો સારી રીતે બચાવ કર્યો હતો. થોડી જ વારમાં બજરંગે પાવર પેક દાવ લગાવતા ઈરાની પહેલવાનને હરાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી દીધી છે. આ પહેલા ભારતીય પહેલવાન બજરંગ પુનિયા 65 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ કુસ્તીની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા હતા. તેમણે રોમાંચક લડાઈમાં કિર્ગિસ્તાનનાં કુસ્તીબાજ અર્નાજરને હરાવ્યો હતો.

આ પણ વાંચો – #TokyoOlympic2021 / બ્રિટન સામે ભારતીય મહિલા હોકી ટીમની હાર, ભારતીય ટીમ બ્રોન્ઝ મેડલ ચૂકી

પ્રથમ રાઉન્ડમાં, બંને કુસ્તીબાજો દાવ લગાવવાનો પ્રયત્ન કરતા રહ્યા પરંતુ સફળતા ન મળી. જેના પર, કિર્ગીસ્તાનનાં પહેલવાન આર્નાજર અકમાતાલીવને પેસિવિટ પર મૂકવામાં આવ્યો છે. ત્યાર બાદ બજરંગનાં ખાતામાં એક પોઇન્ટ આવ્યો હતો. પરંતુ બજરંગ મેટ પરથી ઉતરી ગયા બાદ કઝાકિસ્તાનનાં કુસ્તીબાજને એક પોઇન્ટ આપવામાં આવ્યો હતો. રાઉન્ડની અંતિમ ક્ષણોમાં, બજરંગે અર્નાજર સામે બે ટેકડાઉન પોઈન્ટ સાથે તેની લીડ 3-1 સુધી પહોંચાડી દીધી.