કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે વિશ્વ આખે લોકડાઉનનો સહારો લીધો છે. ભારતમાં પણ લોક ડાઉન લાગુ કરવા આવ્યું હતું. લોકડાઉન લાગુ કર્યા બાદ હવે ડોમેસ્ટિક ફ્લાઈટ શરુ કરવામાં આવી છે. જેમાં હવે મુસાફરોની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે. ડોમેસ્ટિક ફ્લાઈટમાં મુસાફરો મહિનાઓ-દર મહિને વધી રહ્યા છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. નવેમ્બરમાં ડોમેસ્ટિક મુસાફરોની સંખ્યા રોજ બે લાખ પર પહોંચી ગઈ છે. જો કોરોના સમયગાળા પહેલા જેટલી જ હાલમાં ડોમેસ્ટિક મુસાફરોની સંખ્યા જોવામાં આવે છે.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ પ્રદિપસિંહ ખરોલાએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસને રોકવા માટે અમલમાં મૂકાયેલા લોકડાઉનને કારણે બે મહિના પછી ફ્લાઇટ્સ ફરી શરૂ થઈ હતી. પહેલા દિવસે 30 હજાર મુસાફરો ઉડાન ભરી ગયા, પરંતુ 2 નવેમ્બરના રોજ રોજ ઉડાન ભરતા મુસાફરોની સંખ્યા બે લાખથી વધુ પહોંચી ગઈ છે. ખરોલાએ કહ્યું કે હવે વેબ દ્વારા લગભગ 100 ટકા બુકિંગ અને ચેક-ઇન્સ કરવામાં આવે છે. તેમણે આ પરિવર્તનને સારી રીતે અપનાવવા માટે દેશવાસીઓની પ્રશંસા પણ કરી હતી.
