New Delhi/ ભારત-પાક. વચ્ચે DGMO સ્તરની વાતચીત, LOC પર સીઝફાયર કરારનાં પાલન પર સહમતિ

લાંબા સમયગાળા બાદ ભારત અને પાકિસ્તાન બંને દેશો વચ્ચે સબંધોમાં સુધારણા માટે ડાયરેક્ટર જનરલ ઓફ મિલીટ્રી ઓપરેશંસ (DGMO) ની બુધવારે બેઠક મળી હતી.

India
Electionn 46 ભારત-પાક. વચ્ચે DGMO સ્તરની વાતચીત, LOC પર સીઝફાયર કરારનાં પાલન પર સહમતિ

@રિદ્ધિ પટેલ, મંતવ્ય ન્યૂઝ

લાંબા સમયગાળા બાદ ભારત અને પાકિસ્તાન બંને દેશો વચ્ચે સબંધોમાં સુધારણા માટે ડાયરેક્ટર જનરલ ઓફ મિલીટ્રી ઓપરેશંસ (DGMO) ની બુધવારે બેઠક મળી હતી. આ બેઠકમાં 24-25 ફેબ્રુઆરીની રાતથી સમયાંતરે બંને દેશો વચ્ચે જે સમજૂતીઓ નક્કી થયેલી છે તેના પર ફરી એકવાર અમલવારી લાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

West Bengal / પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાના વિરોધને લઈ મમતા બેનર્જીએ અપનાવ્યો અનોખો અંદાજ, જુઓ આ વીડિયો

ભારતીય સેનાના લેફ્ટિનન્ટ જનરલ પરમજીત સિંહ અને તેમના પાકિસ્તાની સમકક્ષે હોટલાઈનના માધ્યમથી થયેલી વાતચીતમાં સીઝફાયરનું ઉલ્લંઘન, યુદ્ધવિરામ, કાશ્મીર મુદ્દો સહિત અનેક બાબતોની સમજૂતી પર ચર્ચા કરવામાં આવી હતી. બંને દેશોએ નિયંત્રણ રેખાની સ્થિતિ અંગે પણ વાતચીત કરી હતી. ત્યાર બાદ બંને દેશની સંમતી દ્વારા નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. ભારત-પાકિસ્તાને જણાવ્યું હતું કે, બંને દેશો આંતરિક સમજૂતીઓ, કરારો અને સંઘર્ષવિરામના સખ્તાઈથી પાલન માટે રાજી છે. તો બીજી તરફ  24 અને 25 ફેબ્રુઆરીની રાત્રિથી નિયંત્રણ રેખાના ક્ષેત્રોમાં તેનું પાલન કરવામાં આવશે. બંને દેશોએ નિયંત્રણ રેખા અને અન્ય તમામ ક્ષેત્રોમાં સ્વતંત્ર અને મૈત્રીપૂર્ણ વાતાવરણમાં સ્થિતિની સમીક્ષા કરી હતી.

OMG! / મુંબઈમાંથી સામે આવી એક હચમચાવી નાખનારી ઘટના, વાંચીને તમે કહેશો..

ભારત અને પાકીસ્તાનની બોર્ડર પર સ્થાયી શાંતિ જાળવી રાખવા બંને દેશોના DGMOએ તેમના દેશના પ્રમુખ મુદ્દાઓ અને ખાસ કરીને ચિંતાઓ પર ધ્યાન આપવા સહમત થયા છે. બંને દેશોએ હોટલાઈન સંપર્કના વર્તમાન તંત્ર માટે સહમતિ વ્યક્ત કરી હતી. સાથે જ કોઈ પણ અનપેક્ષિત સ્થિતિ કે શંકાના નિવારણ માટે ફ્લેગ બેઠકોનો ઉપયોગ કરવા મામલે પણ સહમતિ દર્શાવી હતી. તે સિવાય વાતચીત દ્વારા તમામ વિવાદો ઉકેલવા પણ વાત થઈ હતી. સરહદ પર સ્થાયી શાંતિ જાળવી રાખવા બંને DGMO એકબીજાના પ્રમુખ મુદ્દાઓ અને ચિંતાઓ પર ધ્યાન આપવા સહમત થયા છે. બંને દેશોએ હોટલાઈન સંપર્કના વર્તમાન તંત્ર માટે સહમતિ વ્યક્ત કરી હતી. સાથે જ કોઈ પણ અનપેક્ષિત સ્થિતિ કે શંકાના નિવારણ માટે ફ્લેગ બેઠકોનો ઉપયોગ કરવા મામલે પણ સહમતિ દર્શાવી હતી. તે સિવાય વાતચીત દ્વારા તમામ વિવાદો ઉકેલવા પણ વાત થઈ હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ