Not Set/ અર્થતંત્ર/ ઔદ્યોગિક ઉત્પાદનમાં અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઘટાડો ચાલુ રહ્યો

ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો ચાલુ રહ્યો છે. ગત વર્ષના સપ્ટેમ્બરની તુલનામાં આ વર્ષનાં સપ્ટેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 4.30% ટકાનો ઘટાડો થયો છે. સોમવારે જારી કરાયેલા સત્તાવાર ડેટા મુજબ ઉત્પાદન ક્ષેત્રે નબળા પ્રદર્શનને કારણે ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો થયો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એટલે કે સપ્ટેમ્બર 2018માં ફેક્ટરીનું ઉત્પાદન 4.60 ટકા વધ્યું હતું. Government of India: Quick Estimates of […]

Business

ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો ચાલુ રહ્યો છે. ગત વર્ષના સપ્ટેમ્બરની તુલનામાં આ વર્ષનાં સપ્ટેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 4.30% ટકાનો ઘટાડો થયો છે. સોમવારે જારી કરાયેલા સત્તાવાર ડેટા મુજબ ઉત્પાદન ક્ષેત્રે નબળા પ્રદર્શનને કારણે ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો થયો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એટલે કે સપ્ટેમ્બર 2018માં ફેક્ટરીનું ઉત્પાદન 4.60 ટકા વધ્યું હતું.

સપ્ટેમ્બર2019માં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 3.90 ટકાનો ઘટાડો થયો છે, જે ગયા વર્ષના સપ્ટેમ્બર 2018માં 4.80 ટકાની વૃદ્ધિની તુલનામાં છે. સપ્ટેમ્બરમાં પાવર સેક્ટરમાં પણ 2.60 ટકાનો ઘટાડો થયો છે. પાછલા વર્ષના સમાન ગાળામાં તેમાં 8.20 ટકાનો વધારો જોવા મળ્યો હતો. સપ્ટેમ્બરમાં માઇનીંગ સેક્ટરમાં પણ 8.50 ટકાનો ઘટાડો થયો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં માઇનિંગ સેક્ટરમાં 0.1 ટકાનો વધારો થયો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.