અનિલ અંબાણીની વિરુદ્ધ ત્રણ બેન્કોએ કોર્ટમાં કેસ કર્યો છે. અનિલ અંબાણીની વિરુદ્ધ કોર્ટમાં કેસ કરનારી ચીનની ત્રણ બેન્કોએ લંડનની કોર્ટમાં કેસ કર્યો છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ ધ ઈન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ બેન્ક ઓફ ચાઈના, ચાઈના ડેવલોપમેન્ટ બેન્ક અને એક્સપોર્ટ-ઈમ્પોર્ટ બેન્ક ઓફ ચાઈનાનો દાવો છે કે, તેમણે અનિલ અંબાણીની ખાનગી ગેરન્ટીની શરત પર તેમની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સને 2012માં 92.52 કરોડ ડોલરની લોન આપી હતી. આરકોમ ફેબ્રુઆરી 2017માં લોન ચુકવવામાં ડિફોલ્ટ રહી હતી. ચીનની આ ત્રણે બેંકોને અનિલ અંબાણીએ 68 કરોડ ડોલર ચૂકવવાનાં બાકી છે.
આપણ વાચો: ભાઇ ભાઇ: મુકેશ અંબાણીએ ભાઇ અનિલને 23,000 કરોડ રૂપિયાની મદદ કરી, જાણો કેમ ?
આપને જણાવી દઇએ કે, અનિલ અંબાણી જુથની આરકોમ કંપની દ્વારા નાદારી નોંધાવવામાં આવી છે અને અનિલ અંબાણી ઉપર કરોડોનું દેવું હોવાની વાત પણ પૂર્વે જોરશોરમાં ચર્ચામાં રહી હતી. બાદમાં અનિલ અંબાણીની ભાઇ મુકેશ અંબાણી દ્વારા અનિલ અંબાણીને આ કટોકટીમાંથી ઉગારવા કરોડો રૂપીયાની મદદ પણ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
