Not Set/ INDvsWI : ત્રીજી મેચમાં જીત મેળવી શ્રેણી કબજે કરવા ઉતરશે ટીમ ઈંન્ડિયા, ધવન-પંત પર રહેશે ખાસ નજર

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની શ્રેણીની ત્રીજી અને છેલ્લી વનડે આજે રમાશે. મેચ પોર્ટ ઓફ સ્પેનનાં ક્વીન્સ પાર્ક ઓવલ ગ્રાઉન્ડ પર રમાવવાની છે. ટીમ ઈંન્ડિયા આ મેચ જીતીને વન-ડે સિરીઝ જીતવાનાં હેતુથી મેદાનમાં ઉતરશે. વરસાદને કારણે પહેલી મેચ રદ્દ કરવામાં આવ્યા બાદ ભારતે બીજી મેચ ડકવર્થ લુઇસનાં નિયમ હેઠળ 59 રનથી જીતી અને શ્રેણીમાં 1-0ની […]

Uncategorized

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની શ્રેણીની ત્રીજી અને છેલ્લી વનડે આજે રમાશે. મેચ પોર્ટ ઓફ સ્પેનનાં ક્વીન્સ પાર્ક ઓવલ ગ્રાઉન્ડ પર રમાવવાની છે. ટીમ ઈંન્ડિયા આ મેચ જીતીને વન-ડે સિરીઝ જીતવાનાં હેતુથી મેદાનમાં ઉતરશે. વરસાદને કારણે પહેલી મેચ રદ્દ કરવામાં આવ્યા બાદ ભારતે બીજી મેચ ડકવર્થ લુઇસનાં નિયમ હેઠળ 59 રનથી જીતી અને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી હતી. હવે તેની નજર શ્રેણીને પોતાના નામે કરવાની પર છે. જો ભારત આ મેચ હારશે તો શ્રેણી 1-1થી ડ્રો થશે.

વિરાટની 42મી સદી

kohliia INDvsWI : ત્રીજી મેચમાં જીત મેળવી શ્રેણી કબજે કરવા ઉતરશે ટીમ ઈંન્ડિયા, ધવન-પંત પર રહેશે ખાસ નજર

ભારત માટે સારી વાત એ છે કે, કેપ્ટન વિરાટ કોહલી ફરીથી ફોર્મમાં પરત ફર્યો છે. કોહલીએ છેલ્લી 11 ઇનિંગ્સથી સદી ફટકારી ન હતી, પરંતુ બીજી મેચમાં તેણે 120 રનની ઇનિગ્સ રમી પોતાની 42 મી સદી પૂરી કરી હતી. જોકે શિખર ધવન અને રોહિત શર્માની શરૂઆતની જોડીએ સારી શરૂઆત કરવી પડશે. ધવન શ્રેણીમાં સંઘર્ષ કરતો જોવા મળી રહ્યો છે. તેણે ટી 20 સીરીઝની ત્રણ ઇનિંગ્સમાં 1, 23 અને 3 રન બનાવ્યા હતા અને બીજી વનડેમાં તેણે માત્ર 2 રન જ બનાવ્યા હતા. વર્લ્ડ કપમાં ઈજાને કારણે દેશમાં પરત ફર્યા બાદ શિખરે હજી તેવી ઇનિંગ રમી નથી જે તેની પાસેથી અપેક્ષિત છે. તે ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરતો જોવા મળી રહ્યો છે.

ટીમ ઈંન્ડિયા માટે ચોથા નંબરને લઇને રાહત

shreyas iyer INDvsWI : ત્રીજી મેચમાં જીત મેળવી શ્રેણી કબજે કરવા ઉતરશે ટીમ ઈંન્ડિયા, ધવન-પંત પર રહેશે ખાસ નજર

ટીમ હાલમાં મધ્યક્રમમાં ચોથા નંબરને લઇને સંઘર્ષ કરી રહી છે. જોકે, બીજી વનડેમાં શ્રેયસ અય્યરની 71 રનની ઇનિંગ્સની મદદથી ટીમ મેનેજમેંટને થોડી રાહત મળી છે. બીજી તરફ, રિષભ પંત પણ સારી શરૂઆત બાદ પણ મોટી ઇનિંગ્સ રમી શક્યો નથી. કેપ્ટન વિરાટ કોહલી સતત તેના પર વિશ્વાસ રાખી રહ્યા છે, તેણે ત્રીજી ટી 20 મેચમાં સારી ઇનિંગ્સ રમી હતી, પરંતુ વન-ડે મેચમાં તે મોટા શોટ રમીને આઉટ થયો હતો.

વેસ્ટ ઈંન્ડિઝ આ બેટ્સમેન પર રાખશે સૌથી વધુ ભરોસો

trinidad india west indies cricket f9bb234c bcd8 11e9 9bc9 c6f10a5dc6e3 INDvsWI : ત્રીજી મેચમાં જીત મેળવી શ્રેણી કબજે કરવા ઉતરશે ટીમ ઈંન્ડિયા, ધવન-પંત પર રહેશે ખાસ નજર

બોલિંગમાં ભુવનેશ્વર કુમારે છેલ્લી મેચમાં 31 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. ટીમ તેની પાસેથી આવા જ પ્રદર્શનની અપેક્ષા રાખશે. તેમના સિવાય મોહમ્મદ શમી અને કુલદીપ યાદવે પણ બે-બે વિકેટ લીધી હતી. બીજી બાજુ, વેસ્ટ ઇન્ડીઝ આ મેચ જીતવાનો પ્રયાસ કરી શ્રેણીને બરાબરી પર ખતમ કરવા મેદાને ઉતરશે. બીજી મેચમાં, ટીમનો મધ્યમ ક્રમ સંપૂર્ણ રીતે હલી ગયો હતો. ટીમ તેના બેટ્સમેન શાઈ હોપ, શિમરોન હેટ્માયર અને નિકોલસ પૂરન જેવા બેટ્સમેનોથી વધુ રનની અપેક્ષા રાખશે.

વરસાદની સંભાવના

858823 india vs west indies rain INDvsWI : ત્રીજી મેચમાં જીત મેળવી શ્રેણી કબજે કરવા ઉતરશે ટીમ ઈંન્ડિયા, ધવન-પંત પર રહેશે ખાસ નજર

વરસાદની સંભાવનાની વાત કરીએ તો, ક્રિકેટ પ્રેમીઓ માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. પહેલી મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી, જ્યારે બીજી મેચમાં પણ વરસાદ પડ્યો હતો, પરંતુ મેચનું પરિણામ ડકવર્થ લુઇસ મેથડથી સામે આવ્યુ હતુ. હવે ત્રીજી મેચમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. તે મેચમાં ખલેલ પહોચાડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.