કેન્દ્ર સરકાર દેશના Infrastructure ડેવલપમેન્ટ પર વધુને વધુ ધ્યાન આપી રહી છે. તેને દેશની અર્થવ્યવસ્થાનું પ્રેરક બળ માનીને કેન્દ્ર સરકાર આ દિશામાં ઝડપથી કામ કરી રહી છે. આજે એક કાર્યક્રમમાં બોલતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સરકાર માળખાગત વિકાસને અર્થતંત્ર માટે પ્રેરક બળ તરીકે માને છે અને 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનવામાં મદદ કરશે.
Infrastructure અને ઈન્વેસ્ટમેન્ટ વિષય પર બજેટ પછી આયોજિત વેબિનારમાં પીએમ મોદીએ કહ્યું કે આ વર્ષનું બજેટ દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરના વિકાસમાં નવી ઉર્જા પ્રદાન કરે છે. “અમે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને અર્થતંત્ર માટે પ્રેરક બળ તરીકે ગણીએ છીએ. આ માર્ગ પર ચાલીને ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાનું લક્ષ્ય હાંસલ કરશે.
મોદીએ કહ્યું કે હવે આ વિકાસની ગતિને ઝડપી બનાવવાની અને ‘ટોપ ગિયર’માં લઈ જવાની જરૂર છે અને આમાં ‘પ્રધાનમંત્રી ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન’ મહત્વની ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે સરકાર રોડ, રેલવે, બંદર અને એરપોર્ટ જેવા તમામ ક્ષેત્રોમાં આધુનિક Infrastructure બનાવવાની દિશામાં કામ કરી રહી છે. તેમણે કહ્યું કે આનાથી વ્યવસાયો વચ્ચે સ્પર્ધા વધારવામાં અને લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો કરવામાં મદદ મળશે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે સરકાર Infrastructure માં 100 અબજ ડોલરનો ખર્ચો કરવા જઈ રહી છે. આ ખર્ચો 2030 સુધીમાં કરવામાં આવશે. તેની સાથે ઇન્ફ્રાસ્ટ્રકચરની દરેક બાબતને ટેકનોલોજી સાથે પણ જોડવામાં આવશે. ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રકચરના વિકાસમાં પાયાનું પ્રદાન કરશે. તેમણે દેશના ઉદ્યોગોને ટેકનોલોજી સેક્ટરમાં આત્મનિર્ભર થવા પર ભાર મૂક્યો હતો.
વડાપ્રધાને જણાવ્યું હતું કે ભારત ફાઇનાન્સિયલ ટેકનોલોજીમાં તેનો ડંકો વગાડી ચૂક્યું છે. ફાઇવ-જીની ટેકનોલોજી ભારતે પોતાના બળ પર વિકસાવી છે. આ ઉપરાંત ભારત 2025 સુધીમાં શસ્ત્રોના ઉત્પાદન ક્ષેત્રે 75 ટકા અને 2030 સુધીમાં સંપૂર્ણપણે આત્મનિર્ભર થઈ જશે. આ સિવાય ભારત હવે ઘરઆંગણે જ તેજસ પછી એડવાન્સ યુદ્ધવિમાન વિકસાવી રહ્યું છે. લોજિસ્ટિક્સ સેક્ટરનો વિકાસ પણ આ મોરચે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેથી જ તેમા ડીએમઆઇસી કોરિડોર અને એક્સપ્રેસ વેની મહત્વની ભૂમિકા હશે. આજે એક્સપ્રેસ વેની દૈનિક આવક રોડના 150 કરોડને આંબવા જઈ રહી છે તો જીએસટીની માસિક આવક દોઢ લાખ કરોડને સ્પર્શી રહી છે, આ સંજોગોમાં દેશની વિકાસની રફતાર કોઈપણ સંજોગોમાં ધીમી પડવી જોઈએ નહીં.
આ પણ વાંચોઃ Drug Peddler/ જમ્મુ-કાશ્મીરમાં 35 કરોડનું હેરોઇન પકડાયુ, કુખ્યાત ડ્રગ પેડલર ઝડપાયો
આ પણ વાંચોઃ Biden-Scholtz/ રશિયા-યુક્રેન યુદ્ધનો ઉકેલ શોધી કાઢ્યાનો અમેરિકા-જર્મનીનો દાવો
આ પણ વાંચોઃ Tunisha Sharma Suicide Case/ તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં મુખ્ય આરોપી શીજાન ખાનને મળ્યા જામીન
