કોરોનાકાળમાં લોકો સ્વાસ્થ્ય પર સંપૂર્ણપણે ધ્યાન આપી રહ્યા છે ત્યારે બજારમાં શાકભાજી, ફળ અથવા અનાજ ખરીદતી વેળાએ તેઓ ચિંતા કરતા જોવા માટે મળતા હોય છે કે, આપણા સ્વાસ્થ્ય માટે સારું છે કે નહિ? ક્વાલીટી કેવી છે? તો હવે આ સમસ્યાનું સમાધાન આપના હાથમાં છે. તમે પોતે જ ફૂડ ક્વાલીટી જાતે જ કરી શકો છો અને સરળતાથી જાણકારી મેળવી શકો છો. આ માટે તમારે તમારા મોબાઈલમાં કરવી પડશે એક એપ ડાઉનલોડ. ઇન્ટેલો ટ્રેક કરીને મોબાઈલ એપ્લીકેશન દ્વારા તમે તમારા ખોરાકની ચકાસણી જાતે જ કરી શકો છો. વર્ષ 2020માં આ એપને ભારત સરકાર તરફથી સ્ટાર્ટઅપ એવોર્ડ પણ મળી ચૂક્યો છે.
શું છે ઇન્ટેલો એપ?
ભારત સરકારના સ્ટાર્ટઅપ ઇન્ડિયા પોર્ટલ પરથી મળેલી જાણકારી અનુસાર, Intello Track એપને Intello Labs દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તમે કૃષિ ઉત્પાદકોના સપ્લાય ચેનમાં ફૂડ ક્વોલીટી ચેક કરી શકો છો. તેના દ્વારા જ ફૂડની કિંમત પણ ક્વાલીટીના આધારે આંકી શકો છો. ડીજીટાઈઝેશનના કારણે ક્વોલીટી પરખવાની કિંમતમાં પણ ઘટાડો થયો છે. સાથે જ સમયનો પણ બચાવ થાય છે.
કેવી રીતે કામ કરે છે આ એપ?
જે અનાજને ગ્રાહક ખરીદવા માટે ઈચ્છે છે તેની તસવીર મોબાઈલમાં ક્લિક કરવાની રહેશે અને ઓનલાઈન જ તેની ક્વાલીટી કેટલી સારી છે? તાજી છે? તેની જાણકારી મળી જશે. આ પ્રક્રિયા ડીપ લર્નિંગ અને કોમ્પ્યુટર વિઝનનો ઉપયોગ કરવામાં આવે છે. તેના માટે ઓછામાં ઓછી તસવીર 10 મેગા પિક્સલ ધરાવતા કેમેરાથી કંડારેલી હોવી જરૂરી છે. એપ દ્વારા કોમોડિટીમાં ભેજ કેટલો છે? પ્રોટીન કેટલું છે? જંતુનાશકની માત્ર કેટલી છે તે અંગે જાણકારી મળી શકશે. એપમાં ખરીદી પહેલા ગ્રાહકને સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત થઇ જાય છે. એપનો ફાયદો તે છે કે, ખૂબ જ ઓછા સમયમાં ગ્રાહક જાણી શકે છે કે, તેના દ્વારા ખરીદવામાં આવેલું અનાજ કેટલું તાજું છે. બીજી મહત્વની વાત એ છે કે, ક્વાલીટી ખરાબ અથવા વાસી આપનાર સામે સવાલ પણ ઉભા કરી શકાય છે.
