Jamnagar News/ મિડલ ઈસ્ટ તંગદિલી વચ્ચે જામનગરના દરિયાકાંઠે હાઈ એલર્ટ: મરીન ટાસ્ક ફોર્સનું સઘન પેટ્રોલિંગ

મિડલ ઈસ્ટમાં વધતી તંગદિલી વચ્ચે જામનગરના દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સ Marine Task Force દ્વારા સઘન પેટ્રોલિંગ, કોસ્ટલ વિસ્તારોમાં હાઈ એલર્ટ.

Top Stories Gujarat Others Breaking News
જામનગર કોસ્ટલ બેલ્ટમાં Marine Task Forceનું સઘન પેટ્રોલિંગ

Jamnagar News: મિડલ ઈસ્ટના દેશોમાં સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિ અને રાષ્ટ્રીય સુરક્ષાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને જામનગરના દરિયાકાંઠા વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. મરીન ટાસ્ક ફોર્સ (Marine Task Force) દ્વારા દરિયાઈ વિસ્તારોમાં સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેના કારણે સમગ્ર કોસ્ટલ બેલ્ટમાં હાઈ એલર્ટ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

સંવેદનશીલ વિસ્તારોમાં મરીન કમાન્ડોનું ચેકિંગ

મરીન કમાન્ડો (Marine Commando)ની વિવિધ ટીમોએ રાષ્ટ્ર વિરોધી અને ગેરકાયદે પ્રવૃત્તિઓને રોકવા માટે વ્યૂહાત્મક રીતે મહત્વના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.પેટ્રોલિંગ દરમિયાન ખાસ કરીને એરફોર્સ રેન્જ વિસ્તાર, સરમત, રસૂલનગર, સિક્કા (Sikka) જેટી અને સોલ્ટ ગેટ વિસ્તાર પર ખાસ નજર રાખવામાં આવી હતી.

શંકાસ્પદ બોટ અને હિલચાલ પર બાજ નજર

મરીન ટાસ્ક ફોર્સ (Marine Task Force) દ્વારા જમીન તેમજ દરિયાઈ માર્ગે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. દરિયામાં ફરતી શંકાસ્પદ બોટ, હિલચાલ કરતા ઈસમો અને ફિશિંગ પોઈન્ટ્સ પર ખાસ ચેકિંગ હાથ ધરાયું હતું.ફિશ લેન્ડિંગ પોઈન્ટ અને ફિશિંગ સેન્ટરો પર જઈ માછીમારોની પૂછપરછ તેમજ દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી.

Marine Task Force: વાઈટલ એરિયામાં સર્ચ ઓપરેશન

જિલ્લાના અવાવરૂ સ્થળો તેમજ રાષ્ટ્રીય સંપત્તિ ધરાવતા વાઈટલ વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.સુરક્ષા એજન્સીઓએ દરિયાકાંઠાના ગામોમાં પણ સતર્કતા વધારી છે અને માછીમારોને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા સૂચના આપવામાં આવી છે.

મરીન ટાસ્ક ફોર્સે (Marine Task Force) સ્પષ્ટ કર્યું છે કે દેશની સુરક્ષા સામેના ખતરાને ટાળવા માટે આવનારા દિવસોમાં પણ આ પ્રકારનું સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ ચાલુ રહેશે.


આ પણ વાંચો:વાવાઝોડાની અસરથી જાફરાબાદના દરિયામાં ભારે કરંટ, મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડો ટીમ તૈનાત

આ પણ વાંચો:“સોમનાથ મંદિર”ની સુરક્ષા પર ખાસ “મરીન ટાસ્ક ફોર્સ” રાખશે બાજ નજર

આ પણ વાંચો:ખાડીયુદ્ધને લઈને ગુજરાતની સરહદે સાવચેતી, કચ્છ -જામનગરમાં મરીન કમાન્ડોમાં સઘન પેટ્રોલિંગ