મોસ્કો,
પશ્ચિમ સાઇબેરીયાના આદ્યોગિક શહેરમાં એક શોપિંગ મોલમાં આગ લાગવાના પગલે ૫૩ લોકો મોતને ભેટ્યા છે. જયારે બાળકો સહીત ઘણી મોટી સંખ્યામાં મોલમાં ઉપસ્થિત લોકો ગાયબ છે. ઘાયલ થયેલ લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
રશિયાનામાં કેમેરોવો શહેરમાં આવેલું વિન્ટર ચેરી શોપિંગ સેન્ટરમાં ભીષણ આગ લાગી હતી. આ આગ ચોથા માળ પર લાગી હતી.

સુત્રોનું કહેવું છે, કે હાલ ૪૦ બાળકો સહિત ૬૯ લોકો લાપતા છે. તપાસ દરમ્યાન બે સિનેમાઘરોની ઈમારત પડી ગઈ છે અને બચાવકર્મી દ્વારા શોપિંગ સેન્ટરમાંથી કુલ ૧૨૦ લોકોને સલામત બહાર નીકળવામાં આવ્યા છે. જયારે હજુ ઘણા લોકો લાપતા છે.


આ મોલ ૨૦૧૩માં બનાવવામાં આવેલો હતો અને તેનો એરિયા ૧૬૦૦ ચોરસફૂટ કરતા પણ વધારે છે. આગ મોલમાં ચોથા માળ પર લાગી હતી અને ત્યારબાદ તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. મોલમાં આવેલા મૂવી થીયેટરમાંથી ૧૩ લાશ મળી આવી હતી. ૩૦૦ જેટલા ફાયર ફાયટર ઘટના સ્થળે પહોચી ગયા હતા આગ ઘણી વિકરાળ હોવાથી ભારે જહેમત બાદ ઓલવાઈ હતી.

ઉપરાંત રીપોર્ટના જણાવ્યા પ્રમાણે, આગ લાગતાં મોલમાં ફાયરીંગ અલાર્મ નહતું વાગ્યું. જેને લીધે ઘણા લોકોએ બારીમાંથી નીચે છલાંગ લગાવી હતી તેના દ્રશ્યો કેમેરામાં કેદ થઇ ગયા હતા.
૩૭ લોકોના મૃત્યુ થયા તેમાંથી ૧૧ બાળકો હતા.
