Not Set/ સાઉથ આફ્રિકામાં મળ્યો સાડા ત્રણ અબજ વર્ષ જુનો હીરો: પૃથ્વી વિશે ઉજાગર થયા રહસ્યો

જ્હોનિસબર્ગ, દક્ષિણ આફ્રિકાના પ્રાચીન ( વર્ષ ૧૮૯૦થી ૧૯૩૦ વચ્ચે બનેલ) પર્વતોના ખોદકામ દરમિયાન મળેલ હીરાએ સાડા ત્રણ અબજ વર્ષ પહેલા થયેલ પૃથ્વીના નિર્માણથી જોડાયેલા રહસ્યોને ઉજાગર કર્યા છે. આ અંગેની જાણકારી એક નવા સંશોધનમાં સામે આવી છે. વિટવોટસરેંડ સુપરગ્રુપ (જાહાનિસબર્ગની સોનાની ખાણના પ્રમુખ પર્વત વિન્યાસ)થી કાઢવામાં આવેલ હીરાનો સર્વે દક્ષિણ આફ્રિકાના જાહાનિસબર્ગ વિશ્વવિદ્યાલય, વિટ્‌સ વિશ્વવિદ્યાલય […]

World Trending

જ્હોનિસબર્ગ,

દક્ષિણ આફ્રિકાના પ્રાચીન ( વર્ષ ૧૮૯૦થી ૧૯૩૦ વચ્ચે બનેલ) પર્વતોના ખોદકામ દરમિયાન મળેલ હીરાએ સાડા ત્રણ અબજ વર્ષ પહેલા થયેલ પૃથ્વીના નિર્માણથી જોડાયેલા રહસ્યોને ઉજાગર કર્યા છે. આ અંગેની જાણકારી એક નવા સંશોધનમાં સામે આવી છે.

વિટવોટસરેંડ સુપરગ્રુપ (જાહાનિસબર્ગની સોનાની ખાણના પ્રમુખ પર્વત વિન્યાસ)થી કાઢવામાં આવેલ હીરાનો સર્વે દક્ષિણ આફ્રિકાના જાહાનિસબર્ગ વિશ્વવિદ્યાલય, વિટ્‌સ વિશ્વવિદ્યાલય અને કેનેડાના અલ્બેર્ટા વિશ્વવિદ્યાલયના સંશોધકોએ કર્યો છે. આનો ઉદ્દેશ્ય એ જાણવાનો છે કે, પૃથ્વી ઉપર આધુનિક ટેક્ટોનિક્સ પ્લેટ ક્યારથી સક્રિય થઈ.

પૃથ્વી લગભગ સાડા ચાર અબજ વર્ષ જુની છે અને જ્યારે એક પર્વતનો ચાર અબજ વર્ષ જુનો રેકોર્ડ ઉપલબ્ધ છે તો એવામાં પૃથ્વીની ઉપર ખૂબ જ પ્રાચીન પર્વતોના જટિલ સંરક્ષક ઈતિહાસ ઉપર જંગ છેડાઈ ગઈ છે કે ટેક્ટોનિક્સ પ્લેટ અહીં ક્યારે સક્રિય થઈ? કેટલાક સંશોધકોનું માનવું છે કે, આ પ્લેટોની શરૂઆત ચારથી અઢી અબજ વર્ષ પહેલા થઈ, જ્યારે સટીક સમયે ઉપર હજી મતભેદો ચાલી રહ્યા છે.

આ સંશોધનના હીરા ત્રણ અબજ વર્ષ જુના અવસાદી પર્વતના નીચેથી મળ્યા હતા. આ હીરાની ઉત્પતિ તો ધરતીના ગર્ભમાં હજુ પણ વધુ નીચે થઈ હશે.  હીરાને નાઈટ્રોજન સંબંધિત ગુણોના આધારે કહી શકાય છે કે, તેમની ઉત્પતિ પણ બહુ પહેલા એટલે કે આશરે સાડા ત્રણ અબજ વર્ષ પહેલા થઈ હશે.