રિયાદ,
સાઉદી અરબની રાજધાની રિયાધમાં આવેલા રોયલ પેલેસની બહાર શનિવાર રાત્રે થયેલા ગોળીબાર બાદ અરાજકતા ફેલાઈ ગઈ હતી. રોયલ પેલેસના સુરક્ષા ઝોનમાં એક ડ્રોન ઘુસી આવ્યુ હતુ અને ત્યારબાદ ત્યાં હાજર સુરક્ષા કર્મચારીઓએ ગોળીબાર કરીને ડ્રોનને તોડી પાડ્યુ હતુ. પરંતુ આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં સૈન્ય તખ્તાપલટની અફવાઓએ જોર પકડ્યું છે.
રોયલ પેલેસમાં થયેલા ગોળીબારની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો હતો અને પેલેસની બહાર ગોળીબાર થયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ આ વિડીયો ખોટા સાબિત થયા હતા.

એક સાઉદી અધિકારીએ જણાવ્યું, ગોળીબારની ઘટના અંગેનો વિડીયો ઓનલાઈન પોસ્ટ થયા બાદ આ ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે.
રિયાદ પોલીસના પ્રવક્તાએ પણ જણાવ્યું હતું કે, ખોજામાં જિલ્લાના ચેક પોઈન્ટ પર ડ્રોન જોવામાં આવ્યું હતું,જેણે આદેશાનુસાર મારવામાં આવ્યું છે.
રોયલ પેલેસ કેમ્પસ પર ગોળીબારની ઘટના શનિવારે સાંજે ૭.૫૦ કલાકની છે. સાઉદી અરબની સત્તાવાર સમાચાર એજન્સી દ્વારા પણ જણાવવામાં આવ્યુ છે કે, એક શંકાસ્પદ ડ્રોન રોયલ પેલેસ નજીક ઉડાન ભરતું જોવા મળ્યુ હતુ. ત્યારબાદ તેને સુરક્ષા કર્મચારીઓ દ્વાર તેને તોડી પડાયુ છે. આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
સોશિયલ મીડિયામાં થઇ ગયો તખ્તાપલટ
શનિવાર રાત્રે રોયલ પેલેસ કેમ્પસમાં ભારે ગોળીબાર અને શંકાસ્પદ ડ્રોન ઉડતુ હોવાના સમાચારો સામે આવ્યા હતા. ત્યારથી જ સોશિયલ મીડિયામાં આ ઘટનાને લઇ ઘણી અફવાઓ ઉડી રહી છે.
સોશિયલ મીડિયામાં આ ઘટનાને લઇ ઘણી અફવાઓ ઉડી રહી છે કે, સાઉદી રાજા મોહમ્મદ બિન સલમાનને નજીકના જ કોઈ સેનાન બંકરમાં છુપાવવામાં આવ્યા છે. જો ક કે ત્યારબાદ આ માહિતી ખોટી સાબિત થઇ હતી.
અલ અજીરાએ ટ્વીટ દ્વારા માહિતી આપતા જણાવ્યું, ગોળીબારની ઘટના સમયે કિંગ સલમાન પેલેસમાં હાજર ન હતા.
