ચીનની ખાનગી કંપનીનું રોકેટ લોન્ચ થયા બાદ નિષ્ફળ થયું છે. અંતરીક્ષમાં રોકેટ મોકલવાના સપના પર પાણી ફરી વળ્યું છે. આ રોકેટ ચીનની ખાનગી કંપની દ્વારા બનવવામાં આવ્યું હતું.
સુત્રોના જણાવ્યા પ્રમાણે બીજિંગમાં આવેલી ખાનગી કંપનીએ શનિવારે ZQ-1 રેકેટ લોન્ચ કર્યું જે પ્રથમ અને બીજા સ્ટેજમાં સરખું કામ ન કરવાને લીધે ત્રીજા સ્ટેજમાં ફેઈલ થઇ ગયું હતું.
આ ત્રણ સ્ટેજવાળું રેકેટ ચીનની એક ખાનગી કંપનીએ બનાવ્યું હતું.
China's first private-sector commercial launch vehicle, Zhuque-1, developed by Beijing-based private space company LandSpace, failed to send a satellite into orbit after being launched from Jiuquan Satellite Launch Center in NW China's Gansu on Sat. No other details are available pic.twitter.com/DOKozEnfX3
— Global Times (@globaltimesnews) October 27, 2018
ચીનની એક ન્યુઝ ચેનલ દ્વારા આ રોકેટનો વિડીયો જાહેર કરવામાં આવ્યો છે. શનિવારે આ રોકેટ ઉપરની તરફ જતું વિડીયોમાં જોઈ શકાય છે.
કંપની દ્વારા તેવો દાવો કરવામાં આવ્યો છે કે આ રોકેટમાં બીજા સ્ટેજ સુધી બધું બરાબર જ હતું પરંતુ ત્રીજા સતેજ પર પહોચ્યા પછી ખરાબી દેખાવા લાગી.
ઉલ્લેખનીય છે કે આ રોકેટ સ્ટેટ બ્રોડકાસ્ટર સીસીટીવી માટે સેટેલાઈટ લઈને જઈ રહ્યું હતું.
