@કૌશિક છાયા, મંતવ્ય ન્યૂઝ, મુન્દ્રા
ભૂકંપ બાદ કચ્છનો વિકાસ ક્યારે થશે અને કેવી રીતે થશે તે એક પ્રશ્ન દરેકને સતત સતાવતો હતો. જોકે જેમ જેમ ગામડાઓનો વિકાસ થતો ગયો તેમ તેમ કચ્છનો પણ હવે ઉદય થઇ રહ્યો છે. કચ્છમાં આજે લાઇટ પાણી અને વીજળીની કોઇ સમસ્યા એક ઇતિહાસ બની ગઇ છે. ત્યારે આજે આપણે વાત કરીશું એક એવા ગામની જેની પંચાયત હેઠળ ત્રણ -ત્રણ ગામનો સમાવેશ થાય છે.

સરહદી ક્ચ્છ જિલ્લામાં અનેક વિકસિત અને સમૃદ્ધ ગ્રામ પંચાયત આવેલી છે, ગામડાઓના વિકાસમાં પંચાયતનો મહત્વનો ફાળો છે કચ્છમાં 10 તાલુકામાં 900 જેટલા ગામડાઓ છે, પંચાયતની દીર્ઘદ્રષ્ટિ થકી આજે ગામડાઓ જીવંત બન્યા છે ત્યારે તેની સાથે ગામનો વિકાસ પણ એટલો જ જરૂરી છે. મુન્દ્રા તાલુકાના મોટી ભુજપૂર ગામ તેનું ઉમદા ઉદાહરણ છે. સ્થાનિક લોકોનો સંપની સાથે આ ગ્રામ પંચાયત હેઠળ નાની ભુજપુર,પ્રતાપપુર અને જબલપુર ગામનો પણ સમાવેશ થાય છે. ગામમાં સમાજના કોમ્યુનિટી હોલ,સીસી રોડ, ગટર,પાણી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ હોવાનું સરપંચ મેઘરાજભાઈ ગઢવીએ જણાવ્યું હતું .
- સર્વજન સુખાય, સર્વ હિતાયના સૂત્ર હેઠળ કામગીરી
- દરેકના સમાજના લોકો વચ્ચે સંપ
- જિલ્લા અને તાલુકા પંચાયતનો પણ મળી રહ્યો છે સહયોગ
મોટી ભુજપુર ગામના લોકો પણ ગામના વિકાસને આવકારી રહ્યા છે,ગામમાં વિવિધ સવલતો પંચાયત દ્વારા ઉભી કરાઈ છે કોરોના મહામારીના સમયે પણ સારી કામગીરી કરવામાં આવી છે,ગામના લોકોએ પોતાને તમામ પાયાની સવલતો મળી હોવાનો આનંદ રજૂ કર્યો હતો. ભુજપુર ગામ તાલુકામાં વિકાસની બાબતે આગળ આવ્યું છે ગામનો શહેરની જેમ વિકાસ થયો છે.
ગામમાં ચોખ્ખઇ માટે અપાય છે વિશેષ ધ્યાન
ગામમાં હાલ આરસીસી રોડ તથા બજારોમાં કચરા પેટી મૂકવામાં આવી છે, જેથી તમામ રોડ રસ્તાઓ ચોખ્ખા રહે છે. ગામમાં જૂથ પંચાયત હોવાના કારણે વિશેષ સુવિધાઓ પણ હજુ આગામી સમયમાં મળવાની સંભાવના છે.
Politics / ક્યારે જાહેર થશે પ્રદેશ ભાજપની ટીમ..?…
Pakistan / અબકી બાર, પાકિસ્તાન મેં મહેંગી સરકાર, રોજિંદી વસ્તુઓના ભાવમા…
Bardoli / ફ્લાય ઓવર બ્રિજની માંગણી નહી સ્વીકાર્ય તો હવે આ ગામના લોકો ક…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
