બુધવારે એક રીસર્ચ મુજબ ૯ દેશોમાં પાણીની બોટલની પ્રખ્યાત બ્રાંડ હોવા છતાં પાણીમાં પ્લાસ્ટિકના ટુકડા જોવા મળ્યા હતા. આ પ્લાસ્ટિકના ટુકડા બોટલના પેકેજીંગ સમયે પડ્યા હોવાનું તપાસ દરમ્યાન બહાર આવ્યું છે. પાણીની બોટલની ટોપ બ્રાન્ડમાં Aqua, Auafina, Dasani, Evian, Nestle Pure Life અને San Pellegrio નો સમાવેશ થાય છે.
ન્યુયોર્કની સ્ટેટ યુનિવર્સીટીના માઈક્રોપ્લાસ્ટિક રિસર્ચર શેરી મેસન એ વિવિધ દેશની ટોપ બ્રાંડની પાણીની બોટલની ગુણવત્તાના અભ્યાસ દરમ્યાન આ વાત જણાવી હતી.
રિસર્ચરોએ પાણીની કુલ ૨૫૦ બોટલના નમુના લીધા હતા. જેમાં બ્રાઝીલ, ચીન, ભારત, ઇન્ડોનેશિયા, કેન્યા, લેબનોન, મેક્સિકો, થાઇલેન્ડ અને સંયુક્ત રાષ્ટ્ર જેવા દેશોનો સમાવેશ થાય છે.
પાણીમાં પોલીપ્રોપેલીન, નાયલોન, પોલીથીન ટેરેફ્લેથેલેટ (પીઆઈટી)ના દુષિત ઘટકો મળ્યા છે કે જેનો ઉપયોગ પ્લાસ્ટિકના કપ બનાવવા માટે થાય છે. પાણીમાં ૬૫ ટકાથી પણ વધારે પ્લાસ્ટિકના ટુકડાનું પ્રમાણ જોવા મળ્યું હતું.

વધુમાં શેરી મેસનએ કહ્યું કે, પાણીમાં પ્લાસ્ટિકના ટુકડા બીજે ક્યાયથી નહિ પણ પ્લાસ્ટિકની બોટલમાં પાણી ભરવાની પ્રક્રિયા દરમ્યાન આવ્યા છે. જયારે પ્લાસ્ટિકની બોટલ ફેક્ટરીમાં બને છે ત્યારે તેમાં પ્લાસ્ટિકના થોડા ટુકડા રહી જાય છે. ઉપરાંત તપાસના રીપોર્ટમાં પ્રમાણે પાણીની એક પ્લાસ્ટિકની બોટલમાં ૧૦,૦૦૦ કરતા પણ વધારે પ્લાસ્ટિકના ટુકડા હોય છે.
પાણીની બોટલની બીજી બ્રાંડ જેવી કે bisleri, Epura, Gerolsteiner, Minalba and Wahahaના પણ નમુના લેવામાં આવ્યા હતા. આ બ્રાન્ડની બોટલમાં પણ ઓછા-વત્તા પ્રમાણમાં પ્લાસ્ટિકના ટુકડાનું પ્રમાણ જોવા મળ્યું હતું. મેસનએ કહ્યું કે, આટલું પ્રમાણ હોય તો પણ તેની સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે તેનાથી કેન્સર થવાની શક્યતા વધી જાય છે.
ઉપરાંત રીસર્ચ પ્રમાણે નળમાંથી આવતા પાણીમાં પણ પ્લાસ્ટિકના ટુકડાનો અમુક ભાગ રહેલો હોય છે પરંતુ પ્લાસ્ટિકની બોટલ કરતા આ પાણીમાં ટુકડાઓનું પ્રમાણ નહિવત હોય છે. આથી પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાના બદલે નળમાંથી પાણી પીવુ એ વધારે સલામત છે એવું મેસનએ કહ્યું હતું.
