Not Set/ PM મોદી ચીનની યાત્રા દરમિયાન નૌકાવિહારથી લઇ ચાઈ પે ચર્ચા સહિતના આ કાર્યક્રમોમાં રહ્યા હાજર, જુઓ

વુહાન, ભારત અને ચીન વચ્ચે બોર્ડર પાર જોવા મળી રહેલી તંગદિલી બાદ શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય વિદેશ યાત્રા પર ચીન પહોચ્યા હતા. શુક્રવારના રોજ અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ તેઓ શનિવારે પણ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. #China: Prime Minister Narendra Modi & Chinese President Xi Jinping take a walk along East Lake in Wuhan. […]

India

વુહાન,

ભારત અને ચીન વચ્ચે બોર્ડર પાર જોવા મળી રહેલી તંગદિલી બાદ શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય વિદેશ યાત્રા પર ચીન પહોચ્યા હતા. શુક્રવારના રોજ અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ તેઓ શનિવારે પણ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.

શનિવારે પીએમ મોદી અને ચીની રાષ્ટ્રપતિએ વુહાન શહેરના સૌથી મોટા ઈસ્ટ તળાવના કિનારે બંને નેતાઓએ વૉક કર્યું હતું અને બોટિંગની પણ મજા માણી હતી.

આ નૌકાવિહાર દરમિયાન બંને નેતાઓ ચાની ચૂસકી લગાવી હતી અને એકબીજાની સાથે હળવાશની પળોમાં બંને દેશના સંબંધો અંગે ચર્ચા કરી હતી.

આ બે દિવસીય વિદેશ યાત્રા દરમિયાન બંને નેતાઓ વચ્ચે બોર્ડર પર ડોક્લામ મુદ્દો, આંતકવાદ તેમજ આંતરરાષ્ટ્રીય મુદ્દે વિસ્તુત ચર્ચા થઇ હતી. આ ઉપરાંત અફગાનિસ્તાનના પ્રોજેક્ટ, બંને દેશોની સેનાના વચ્ચે તાલમેલ, દેશો વચ્ચેના પરસ્પર સંબંધો અંગે પણ ચર્ચા થઇ હતી.

જ્યાં ચીની કલાકારોએ બોલિવુડનું ફેમસ સોંગ ‘તૂ.. તૂ હૈં વહી, દિલને જિસે અપના કહા..’ વગાડ્યું હતું. મુળ આર ડી બર્મને સ્વરબધ્ધ કરેલાં આ ગીતને ચીની મેંડોલીન, વાયોલીન અને બીજા પરંપરાગત વાદ્યો સાથે ચીની મહિલા કલાકારોએ ગીતની ધુન વગાડી તો એ સાંભળીને પીએમ મોદી ખુશ થઇ ગયા હતા.

આ પહેલા શુક્રવારે પીએમ મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી ઝિનપિંગ હુબઈના પ્રાંતીય સંગ્રહાલયની મુલાકાતે પહોંચ્યા હતા. પ્રાંતીય સંગ્રહાલય પહોચ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ચીની રાષ્ટ્રપતિએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.

હુબઈના પ્રાંતીય સંગ્રહાલય ખાતે ઐતિહાસિક અને સાંસ્કૃતિક નિશાનીઓ ઉપસ્થિત કરવામાં આવી હતી.

જો કે ત્યારબાદ બંને રાષ્ટ્રપ્રમુખો વચ્ચે એક દ્વિપક્ષીય વાર્તા પણ યોજાઈ હતી. આ દ્વિપક્ષીય વાર્તા દરમિયાન બંને દેશોના ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ વચ્ચે ડોકલામ સહિતના અનેક આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી.

પ્રાંતીય સંગ્રહાલય પર પહોચ્યા બાદ પીએમ મોદીએ જણાવ્યું, “બંને દેશો વચ્ચે આ રીતે ઔપચારિક મુલાકાત અને સમિટનું આયોજન કરવાની પરંપરા ચાલુ જ રહેવી જોઈએ. મને ખુશી થશે, જયારે ૨૦૧૯માં ભારત આ પ્રકારની કોઈ ઔપચારિક સમિટનું આયોજન કરશે”.

આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, “વિશ્વની ૪૦ ટકા વસ્તી માટે કામ કરવું એ અમારી જવાબદારી છે અને અનો અર્થ છે કે સફળતાપૂર્વક વિશ્વને અનેક સમસ્યાઓથી છુટકારો મળે.

પીએમ મોદીની ચોથી ચીન યાત્રા

મહત્વનું છે કે, વર્ષ ૨૦૧૪માં પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીની આ ચોથી ચીન યાત્રા છે. આ ઉપરાંત તેઓ આગામી ૯ અને ૧૦ જૂનના રોજ ક્વિંગદાઓ શહેરમાં આયોજિત થનારા SCO શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ચીન આવી શકે છે.