Not Set/ તૂ તૂ હૈ વહી,દિલને જીસે અપના કહા..ચીનની ધુન પર પીએમ મોદી ખુશ

વુહાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચીનના પ્રવાસમાં બીજા દિવસે તેમણે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે બેઠક યોજી હતી,તો આજે શનિવારે પણ પીએમ મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મુલાકાત યોજાઈ છે. વુહાન શહેરના સૌથી મોટી ઈસ્ટ તળાવના કિનારે બંને નેતાઓએ વૉક કર્યું હતું અને બોટિંગની પણ મજા માણી હતી. આજે પણ […]

Top Stories
modi china તૂ તૂ હૈ વહી,દિલને જીસે અપના કહા..ચીનની ધુન પર પીએમ મોદી ખુશ

વુહાન,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચીનના પ્રવાસમાં બીજા દિવસે તેમણે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે બેઠક યોજી હતી,તો આજે શનિવારે પણ પીએમ મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મુલાકાત યોજાઈ છે. વુહાન શહેરના સૌથી મોટી ઈસ્ટ તળાવના કિનારે બંને નેતાઓએ વૉક કર્યું હતું અને બોટિંગની પણ મજા માણી હતી. આજે પણ અનેક એવા મોકા છે જ્યારે બંને નેતાઓ એકબીજાની સાથે હળવાશની પળોમાં બંને દેશના સંબંધો અંગે ચર્ચા કરી શકશે.

આ પહેલા શુક્રવારે પીએમ મોદી વુહાનના એક કલ્ચરર પ્રોગ્રામમાં પહોંચ્યા હતા. જ્યાં ચીની કલાકારોએ બોલિવુડનું ફેમસ સોંગ ‘તૂ.. તૂ હૈં વહી, દિલને જિસે અપના કહા..’ વગાડ્યું હતું. મુળ આર ડી બર્મને સ્વરબધ્ધ કરેલાં આ ગીતને ચીની મેંડોલીન, વાયોલીન અને બીજા પરંપરાગત વાદ્યો સાથે ચીની મહિલા કલાકારોએ ગીતની ધુન વગાડી તો એ સાંભળીને પીએમ મોદી ખુશ થઇ ગયા હતા.ચીની કલાકારો દ્વારા વગાડાતા આ સોંગની ધૂનને પીએમ મોદીની સાથે શી જિનપિંગે પણ ખૂબ તન્મયતાથી સાંભળ્યું હતું. ઉચ્ચ સરકારી સૂત્રોનું કહેવું છે કે આ એક અનૌપચારિક પ્રવાસની યોજના એટલે બનાવવામાં આવે કે જેના કારણે બંને દેશ વચ્ચેના સંબંધોમાં આવેલ બરફ જેવી ઠંડી પીગળે અને ફરી ઉચ્ચ સ્તરે નવો સંવાદ સ્થપાય.

 

 

શુક્રવારે આ બંને નેતાઓએ વુહાન સિટીમાં ઈસ્ટ લેક ગેસ્ટહાઉસ ખાતે મુલાકાત કરી હતી. આ મીટિંગ દરમિયાન પીએમ મોદીએ સિંધુ સભ્યતા અને ચીની સભ્યતાની તુલના કરતા કહ્યું કે, આ બંને સંસ્કૃતિ નદીઓના કિનારે વિકસી હતી. એટલું જ નહીં આ બંને નેતાઓએ હુબેઈના પ્રાંતિય મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી. પીએમ મોદીનો આ ચીન પ્રવાસ પૂર્ણરુપે અનૌપચારિક છે. આ બે દિવસની યાત્રામાં બંને દેશો વચ્ચે ન કોઈ કરાર કરવામાં આવશે ન કોઈ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધવામાં આવશે.