આત્મહત્યા/ આંતરરાષ્ટ્રીય શૂટર નમન વીર સિંહે ગોળી મારી કરી આત્મહત્યા

શૂટર નમન વીર સિંહ બ્રારે મોહાલીમાં  ગોળી મારીને આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે  આ ઘટના સોમવારે સવારે બની હતી.

Sports

આંતરરાષ્ટ્રીય શૂટર નમન વીર સિંહ બ્રારે મોહાલીમાં  ગોળી મારીને આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે  આ ઘટના સોમવારે સવારે 4.45 વાગ્યાની આસપાસ બની હતી.તેમના પરિવારજનોને કોઈના પર  શંકા નથી . આ મામલે મટૌર પોલીસ સ્ટેશનમાં કલમ 174 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

28 વર્ષીય બ્રાર સેક્ટર 71 માં રહેતા હતા. બ્રાર ટ્રેપ શૂટર હતા અને આ વર્ષે માર્ચમાં તેઓ દિલ્હી શૂટિંગ વર્લ્ડ કપના મિનિમમ ક્વોલિફાઇંગ સ્કોર (MQS) કેટેગરીમાં ચોથા સ્થાને રહ્યા હતા. 2015 માં, બ્રારે દક્ષિણ કોરિયાના ગ્વાંગજુમાં યોજાયેલી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સની ડબલ-ટ્રેપ શૂટિંગ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પણ  જીત્યો હતો.