Not Set/ મંગળ ગ્રહ વિશે નાસાએ કર્યો આટલો મોટો દાવો

અમેરિકાની અંતરીક્ષ એજન્સી નાસાએ હાલમાં જ મંગળ ગ્રહને લઈને નવો ખુલાસો કર્યો છે. મંગળ ગ્રહ પર માનવ રહી શકે તેવું વાતાવરણ એ એક મોટી પરીક્ષા છે. નાસા દ્વારા કહેવામાં આવ્યું હતું કે મંગળ ગ્રહ પર માનવને અનુસાર વાતાવરણ કરવા માટે હજુ તે લોકોને થોડો સમય લાગશે. હાલ નાસા જોડે જે બજેટ છે તેના કરતા વધારે […]

World Tech & Auto

અમેરિકાની અંતરીક્ષ એજન્સી નાસાએ હાલમાં જ મંગળ ગ્રહને લઈને નવો ખુલાસો કર્યો છે. મંગળ ગ્રહ પર માનવ રહી શકે તેવું વાતાવરણ એ એક મોટી પરીક્ષા છે. નાસા દ્વારા કહેવામાં આવ્યું હતું કે મંગળ ગ્રહ પર માનવને અનુસાર વાતાવરણ કરવા માટે હજુ તે લોકોને થોડો સમય લાગશે. હાલ નાસા જોડે જે બજેટ છે તેના કરતા વધારે બજેટ જોશે. જેના માટે હજુ બીજા ૨૫ વર્ષ લાગશે.

અત્યાર સુધીની ટેક્નોલોજીની મદદથી મંગળ ગ્રહ પર પહોચવા માટે ૯ મહિના લાગે છે. ૯ મહિના સુધી ઝિરો ગ્રેવિટીમાં જો રહીએ તો મનુષ્યની આંખોને નુકશાન થાય છે. તેની રોશની જતી રહે છે. આ ઉપરાંત હડલાનું કેલ્શ્યમ પણ પીગળવા લાગે છે. જેને લઈને હાડકા નબળા પડી  જાય છે.

તો બીજી તરફ મંગળ ગ્રહનું ગ્રેવીટેશન પૃથ્વીની તુલનામાં એક તૃતીયાંશ છે. આ સમસ્યાનો હાલ નાસા દ્વારા શોધવામાં આવી રહ્યો છે. તે લોકો શોધી રહ્યા છે કે જેમ બને તેમ મંગળ ગ્રહ પર પહોચવા માટે ઓછો સમય લાગે.