કેનબરા,
છેલ્લા કેટલાક સમયથી ડેટા લીક થવાના મામલે દુનિયાની વિખ્યાત સોશિયલ સાઇટ્સ કંપની ફેસબુક દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની ચુકી છે ત્યારે હવે ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી કોમનવેલ્થ બેંકમાં અંદાજે ૨ કરોડ (૨૦ મિલિયન) ગ્રાહકોના બેંક રેકોર્ડ ગાયબ થવાની માહિતી સામે આવી છે. કોમનવેલ્થ બેંક દ્વારા આ ૨ કરોડ ગ્રાહકોના બેંક રેકોર્ડ ગાયબ થવાની વાત સ્વીકારી છે.
BBCના રિપોર્ટમાં જણાવ્યા મુજબ, ગુમ થયેલા ડેટામાં બેંકમાં ખાતા ધરાવતા ગ્રાહકોના નામ, એકાઉન્ટ નંબર, સરનામું તેમજ અન્ય માહિતી હતી, જેને બે મેગ્નેટિક ટેપમાં સ્ટોર કરવામાં આવી હતી, જેને એક ડેપ્યુટી કોન્ટ્રાક્ટર દ્વારા નષ્ટ કરવામાં આવી છે.
આ ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી કરજદાર બેંકનું આ એક નવું કૌભાંડ છે. બીજી બાજુ બેંક ખાતેદારોના ડેટા વાસ્તવિક રૂપથી નષ્ટ કરવા બાબતે કે ખાતાઓ સાથે જોડાયેલા સાક્ષી નહિ મળવા અંગે બેંક દ્વારા ગ્રાહકોના ડેટાનો દુરપયોગ થવાની કોઈ આશંકા વ્યક્ત કરી નથી.
જયારે કોમનવેલ્થ બેંકના રિટેલ બેન્કિંગના કાર્યકારી પ્રમુખ એંગસ સુલિવાને આ ઘટનાને અસ્વીકાર્ય ગણાવી છે તેમજ આ ઘટના માટે ગ્રાહકોને થયેલી અસુવિધા તેમજ ચિંતા માટે માફી પણ માંગી છે.
ઓસ્ટ્રેલિયાના સ્ટોક એક્સચેન્જના દાખલ કરવામાં એક નિવેદનમાં બેંક દ્વારા જણાવવામાં આવ્યું, “તેઓ આ પૃષ્ટિ નથી કરી શકતા કે ૧૫ વર્ષના ડેટાવાળી ટેપને પૂરી રીતે નષ્ટ કરી દેવામાં આવી છે.
પરંતુ બેંક દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું, “એકાઉન્ટીગ ફર્મ કેપીએમજી દ્વારા ટેપને નષ્ટ કરવા માટેની સબંધિત પરીસ્થિતિઓના નિર્ધારણ માટે એક સ્વતંત્ર ફોરેન્સિક તપાસ કરવામાં આવી હતી”.
બેન્કના નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ટેપમાં પાસવર્ડ, પિન નંબર તેમજ અન્ય કોઈ ડેટા ન હતો, જેમાં ખાતામાં છેતરપિંડી કરવા માટે ઉપયોગ થઇ શકે છે.
