Not Set/ H-1B ભારતીયોને નહીં છોડવું પડે અમેરિકા, ઈમિગ્રેશન ડીપાર્ટમેન્ટે આપ્યો ખુલાસો

વોશિંગ્ટન અમેરિકામાં કામ કરી રહેલા હજારો ભારતીયો માટે એક રાહતના સમાચાર આવી રહ્યાં છે. ટ્રમ્પ સરકારની ઓથોરીટી (ucac) એ જણાવ્યું હતું કે, H1-B વિઝા ધરાવનારાઓને અમેરિકા છોડાવવા પર તેમની સરકાર હાલ કોઇ આયોજન કરી રહી નથી. એમેરિકાએ H1-B વીઝાના નિયમો સખ્ત કરવાના રિપોર્ટ સામે આવ્યા પછી “યુએસ સીટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ”એ આ જાહેરાત કરી હતી. ઇમીગ્રેશન […]

Top Stories

વોશિંગ્ટન

અમેરિકામાં કામ કરી રહેલા હજારો ભારતીયો માટે એક રાહતના સમાચાર આવી રહ્યાં છે. ટ્રમ્પ સરકારની ઓથોરીટી (ucac) એ જણાવ્યું હતું કે, H1-B વિઝા ધરાવનારાઓને અમેરિકા છોડાવવા પર તેમની સરકાર હાલ કોઇ આયોજન કરી રહી નથી. એમેરિકાએ H1-B વીઝાના નિયમો સખ્ત કરવાના રિપોર્ટ સામે આવ્યા પછી “યુએસ સીટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ”એ આ જાહેરાત કરી હતી.

ઇમીગ્રેશન સર્વિસના મીડિયા પ્રેસીડન્ટ જોનાથન વિથીંગ્ટને જણાવ્યું હતું કે, “જો અમેરિકા H1-B વીઝામાં ફેરફાર કરશે. તો પણ એનો મતલબ એ નહીં થાય કે લોકો પોતાની નોકરીઓ છોડીને તેમના સ્વદેશ પહોંચી જાય”.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં એવા રિપોર્ટ આવ્યા હતા કે અમેરિકા H1-B વિઝાની મુદત લંબાવવાના નિયમો પર ફેર વિચારણાં કરી રહ્યું છે. અમેરિકામાં H-1B વિઝા હેઠળ ૭.૫ લાખ જેટલા ભારતીયો કામ કરી રહ્યાં છે અને આ તમામ ભારતીયોને અમેરિકા છોડવું પડી શકે છે.