Not Set/ કીમ જોંગ-ઉનને અમેરિકા આવવાનું આમંત્રણ આપી શકે છે ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું કે તેઓ ઉત્તર કોરિયાના નેતા કીમ જોંગ-ઉનને અમેરિકા આવવાનું નિમંત્રણ આપી શકે છે. ટ્રમ્પએ કહ્યું કે 12 જુને સિંગાપુરમાં કીમ સાથેની મુલાકાત હકારાત્મક રહેશે તો તેઓ કીમને નિમંત્રણ આપવા માટે વિચારી શકે છે. જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો આબે સાથે 12 જુને થવા વાળી મુલાકાત વિશે ચર્ચા કર્યા બાદ ટ્રમ્પએ આ નિવેદન […]

World Trending
180309115432 02 trump kim jong un split super tease કીમ જોંગ-ઉનને અમેરિકા આવવાનું આમંત્રણ આપી શકે છે ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું કે તેઓ ઉત્તર કોરિયાના નેતા કીમ જોંગ-ઉનને અમેરિકા આવવાનું નિમંત્રણ આપી શકે છે.

ટ્રમ્પએ કહ્યું કે 12 જુને સિંગાપુરમાં કીમ સાથેની મુલાકાત હકારાત્મક રહેશે તો તેઓ કીમને નિમંત્રણ આપવા માટે વિચારી શકે છે.

જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો આબે સાથે 12 જુને થવા વાળી મુલાકાત વિશે ચર્ચા કર્યા બાદ ટ્રમ્પએ આ નિવેદન આપ્યું હતું.

ટ્રમ્પએ કહ્યું કે કોરીયાના યુદ્ધને લઈને સમાધાન શક્ય છે. તેમણે કહ્યું કે ત્યારબાદ શું થાય છે, તે ખુબ મહત્વ ધરાવે છે.

અમેરિકા અને સહયોગીઓ ઈચ્છે છે કે ઉત્તર કોરિયા પરમાણું કાર્યક્રમ છોડી દે. પરંતુ ટ્રમ્પએ માન્યું કે ફક્ત એકજ બેઠકમાં લક્ષ્ય નથી મળી જતું, આમાં લાંબો સમય લાગી શકે છે.

0ec87440 bfad 11e7 b942 કીમ જોંગ-ઉનને અમેરિકા આવવાનું આમંત્રણ આપી શકે છે ટ્રમ્પ

આબે એ કહ્યું કે ઉત્તર કોરિયા દ્વારા જાપાનીઓને બંધક બનાવી લેવા બાબતે તેઓ “ઉત્તર કોરિયા સાથે સામ-સામે વાત કરવા ઈચ્છે છે.”

ઉત્તર કોરિયાએ 1970 અને 1980ના દશકમાં ઘણાં જાપાનીઓનું અપહરણ કરી લીધું હતું. એમનો હેતુ ઉત્તર કોરિયાના જાસૂસોને જાપાની ભાષા અને રીતી-રિવાજોની ટ્રેનીંગ આપવાનો હતો.

જોકે, ઉત્તર કોરિયાએ 13 જાપાનીઓના અપહરણની વાત માણી છે, પરંતુ અસલીયાતમાં આ આંકડો ઘણો વધારે માનવામાં આવે છે.

જાપાની પ્રધાનમંત્રીએ સંવાદદાતાઓને કહ્યું કે જો ઉત્તર કોરિયા સાચી દિશામાં પગલાં લેવા માંગે છે તો એમનું ભવિષ્ય ઉજ્જવળ છે.