લંડન,
બ્રિટનના જાણીતા ફીઝીસ્ટ અને કોસ્મોલોજીસ્ટ સ્ટીફન હૉકિંગનું ૭૬ વર્ષની વયે નિધન થયું છે. સ્ટીફન હૉકિંગને ૨૧ વર્ષની ઉંમરથી આ ન્યુરોને લગતો અસાધ્ય રોગ લાગુ પડ્યો હતો. તેઓનું નિધન લંડનમાં કેમ્બ્રિજમાં આવેલા તેમના નિવાસસ્થાને થયું હતું. હૉકિંગના અવસાન બાદ તેઓના બાળકો લૂસી, રૉબર્ટ અને ટિમે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું કે, “પિતાના મૃત્યુથી અમે લોકો અત્યંત દુ:ખી છીએ”.

બ્લેકહોલ અને બીગબેંગની શોધમાં સિંહ ફાળો આપવા અંગે સ્ટીફન હોકિંગ દુનિયાભરમાં જાણીતા હતા. તેઓએ ભૌતિક શાસ્ત્રમાં ૧૩ ડીગ્રીઓ મેળવી હતી. તેમજ ફંડામેન્ટલ ઓફ ફિઝીક્સ જેવા નામાંકિત એવોર્ડથી લઇને દુનિયાના અનેક જાણીતા એવોર્ડ સ્ટીફનને મળ્યા હતા.
પરંતુ માત્ર ૨૧ વર્ષની ઉંમરે જ સ્ટીફનને જયારે ડોકટરોએ કહ્યુ હતું કે, તેઓ ફક્ત ૨ વર્ષ વધુ જીવશે બાદની મક્કમતા તેમજ તેઓની બ્રહ્માંડના રહસ્યોને સમજવા માટે કરેલી મદદ અને પોતાની જિંદગી દરમિયાન કરેલા સંસોધન અંગે તમે નહિ જાણતા હોય,

૧૯૭૪માં સ્ટીફન હોકિંગે દુનિયાને પોતાની સૌથી મહત્વપૂર્ણ બ્લેક હોલ અંગે કરેલી શોધ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, બ્લેક હોલ કવોન્ટમ પ્રભાવના કારણે ગરમી ફેલાવે છે.
તેઓ પાંચ વર્ષ બાદ જ કેમ્બ્રિજ યુનિવર્સીટીમાં ગણિતના પ્રોફેસર બન્યા હતા જ્યાં આ પદ પર ક્યારેક મહાન વૈજ્ઞાનિક એલ્બર્ટ આઇન્સ્ટાઇન રહી ચૂક્યા છે.
હોકિંગ બીમારીના કારણે તેઓ હરી-ફરી શકતા ન હતા અને હંમેશા વીલ ચેર પર જ રહેતા હતા પરંતુ તેઓ કોમ્પ્યુટર અને તમામ ડિવાઈસ દ્વારા પોતાના શબ્દોને વ્યક્ત કરતા હતા. તેઓએ ભૌતિકશાસ્ત્રમાં ઘણા સફળ પ્રયોગો કર્યા હતા.

સ્ટીફન હોકિંગ માત્ર ૨૧ વર્ષની ઉંમરમાં amyotrophic lateral sclerosis (ALS) નામની ગંભીર બીમારી થઇ હતી. આ બીમારીના કારણે તેઓના શરીરના અંગોએ ધીરે-ધીરે કામ કરવાનું બંધ કર્યું હતું. હોકિંગ જયારે ફાઈનલ વર્ષમાં અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે તેઓને પગથિયા ચઢવામાં મુશ્કેલી પડતી હતી અને ત્યારબાદ ધીરે-ધીરે આ સમસ્યા એટકી વધી ગઈ હતી કે તેઓ સંપૂર્ણ પેરેલાઈઝ થઇ ગયા હતા. આં બીમારી અંગે ડોક્ટરોએ હોકિંગને જણાવ્યું હતું કે તેઓ ૨ વર્ષથી વધુ સમય નહીં જીવી શકે પરંતુ આ દાવાને તેઓએ ખોટો પાડ્યો હતો અને તેઓએ પોતાનું રિસર્ચ ચાલુ રાખ્યું હતું.
મહાન વૈજ્ઞાનિક હોકિંગે સ્વર્ગની પરિકલ્પના અંગેના દાવાને ખોટી ગણાવતા તેને અંધારાથી ડરવાવાળી વાર્તા ગણાવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, અમારું દિમાગ એક કોમ્પ્યુટર જેવું છે, જયારે તેના સાધનો કામ કરવાનું બંધ કરી દે છે ત્યારે તે ખરાબ થઇ જશે. ખરાબ થયેલા કોમ્પ્યુટરો માટે સ્વર્ગ અને એના પછીનું જીવન નથી.

વર્ષ ૧૯૯૮માં પ્રકાશિત થયેલી સ્ટીફન હોકિંગના પુસ્તક “અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઇમે” પૂરી દુનિયામાં સનસનાટી મચાવી દીધી હતી. આ પુસ્તકમાં તેઓએ બ્રહ્માંડના વિજ્ઞાન અંગેના મુશ્કિલ વિષયો જેવા કે “બીગ બેંગ થિયરી અને બ્લેક હોલ” ને એટલી સરળતાથી બતાવ્યું હતું કે કોઈ સામાન્ય વ્યક્તિ પણ સહેલાઈથી સમજી શકે.
તેઓએ “અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઇમ” નામના પુસ્તકમાં ભગવાનના અસ્તિત્વને પણ નકારી કાઢ્યું હતું પંરતુ ત્યારબાદ તેઓને આ અંગે ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
ગત વર્ષે સ્ટીફન હોકિગે ચેતવણી આપી હતી કે, ધરતી પર જે પ્રમાણે તેજીથી વસ્તી અને ઉર્જાનો ઉપયોગ થઇ રહ્યો છે તે પ્રમાણે ૬૦૦ વર્ષથી ઓછા સમયમાં આ ધરતી આગનો ગોળો બની જશે.
