એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પૂર્વ નાણાં પ્રધાન અને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમ સામે ચાર્જશીટ ફાઇલ કરી છે. ઇડીએ આઈએનએક્સ મીડિયા કેસમાં પી ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરી છે. આઈએનએક્સ મીડિયા મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ વિશેષ ન્યાયાધીશ અજયકુમાર કુહાર સમક્ષ કોર્ટમાં ઇ-ચાર્જશીટ ફાઇલ કરી હતી. કોર્ટે ઇડીને કહ્યું છે કે, જ્યારે કોર્ટ સામાન્ય કામ કરવાનું શરૂ કરે છે, ત્યારે તે ચાર્જશીટ પરની પેપરશીટ પણ કોર્ટ સમક્ષ રજૂ કરે.
ઇડીએ તેમની ચાર્જશીટમાં પી ચિદમ્બરમ, કાર્તિ ચિદમ્બરમ, સીએ એસએસ ભાસ્કરમનનાં નામનો સમાવેશ કર્યો છે. ચાર્જશીટ ફાઇલ થયા બાદ ચિદમ્બરમની મુશ્કેલીઓ વધી શકે છે. વળી ગયા વર્ષે ઓક્ટોબરમાં, ઇડીએ તેમની મની લોન્ડરિંગનાં કેસમાં ધરપકડ કરી હતી. કોર્ટે ડિસેમ્બરમાં તેમને જામીન આપ્યા હતા. નોંધનીય છે કે ચિદમ્બરમ પર આરોપ છે કે નાણા મંત્રી રહેતા તેમણે 2007 માં 305 કરોડ રૂપિયાનાં વિદેશી ધન પ્રાપ્ત કરવા માટે આઈએનએક્સ મીડિયા ગ્રુપનો એફઆઈપીબીને મંજૂરી આપી દીધી હતી, જેમા ઘણી ગેરરીતિઓ વર્તાઇ હતી.
સીબીઆઈએ આ કેસમાં તેમની સામે વર્ષ 2017 માં કેસ નોંધ્યો હતો. જ્યાં સીબીઆઈએ 15 મે નાં રોજ કેસ નોંધ્યો હતો, તે જ વર્ષે, ઇડીએ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો. 21 ઓગસ્ટ 2019 નાં રોજ સીબીઆઈએ તેમને આ કેસમાં ધરપકડ કરી હતી. ત્યારબાદ ઇડીએ તેની 16 ઓક્ટોબરનાં રોજ મની લોન્ડરિંગનાં કેસમાં ધરપકડ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
