Business News : ભારતમાંથી iPhonesની નિકાસ એપ્રિલ ૨૦૨૪ થી ઓગસ્ટ વચ્ચે ૫ બિલિયન ડોલરના આંકડાને સ્પર્શી ગઈ છે. ૨૦૨૩ ના સમાન સમયગાળામાં તે ૩.૨ બલિયન ડોલર હતું. એટલે કે આ મેડ ઈન ઈન્ડિયા આઈફોનની નિકાસ ૫૪% વધી છે. Apple એ કહ્યું છે કે iPhone 16 અને iPhone 16 Pro Maxનું ઉત્પાદન ભારતમાં કરવામાં આવશે. ભારતમાં મેડ ઇન હોવા છતાં, આઇફોન ૧૬ સિરીઝના સ્માર્ટફોન ભારતમાં વિશ્વમાં સૌથી મોંઘા છે.
ભારતમાં iPhone 16 ની કિંમત ૭૯,૯૦૦ રૂપિયાથી શરૂ થાય છે, iPhone 16 Plusની કિંમત ૮૯,૯૦૦ રૂપિયાથી શરૂ થાય છે, iPhone 16 Pro ની કિંમત ૧૯,૯૦૦ રૂપિયા અને iPhone 16 Pro Maxની કિંમત ૧,૪૪,૯૦૦ રૂપિયાથી શરૂ થાય છે. અમેરિકાની સરખામણીએ ભારતમાં iPhone-16 લગભગ રૂ. ૧૩,૦૦૦, iPhone-16 Plus રૂ. ૧૪,૪૦૦, iPhone-16 Pro રૂ. ૩૬,૦૦૦ અને iPhone-16 Pro Max રૂ. ૪૪,૦૦૦ મોંઘા છે. ભારતમાં તેની કિંમત બ્રિટન, ચીન, દુબઈ, હોંગકોંગ, થાઈલેન્ડ જેવા ઘણા દેશો કરતા વધારે છે.
ભારતમાં iPhone 16 Plusની કિંમત રૂપિયા ૭૫,૪૯૩ એટલે કે ૮૯૯ ડોલરમાં ઉપલબ્ધ થશે, ભારતમાં તેની કિંમત ૧૪,૪૦૦ રૂપિયા વધુ છે. PLI સ્કીમના કારણે ભારતમાંથી iPhoneની નિકાસ ઝડપથી વધી રહી છે. ઉદ્યોગ વિશ્લેષકોનું કહેવું છે કે ભારતમાં iPhone 16 Pro અને Pro Max મોડલનું ઉત્પાદન શરૂ થવાથી iPhone નિકાસનું મૂલ્ય વધુ વધવાની શક્યતા છે. હાલમાં ભારતમાંથી દર મહિને ઓછામાં ઓછા એક અબજ ડોલરના આઇફોનની નિકાસ કરવામાં આવે છે.
આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી સુરતથી ‘જળસંચય જનભાગીદારી યોજના’નો શુભારંભ
આ પણ વાંચો:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 ઓગસ્ટે કૃષિ અર્થશાસ્ત્રીઓની 32મી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે
